Tech News/ AI એજન્ટ્સ પણ હનીટ્રેપમાં ફસાયા! લાલચમાં તોડ્યા નિયમો, Anthropicએ 6 મોડલની લીધી કસોટી

AI Honeypot: એન્થ્રોપિકે સાયરેને નામનું ડિજિટલ હનીપોટ બનાવી 6 AI મોડલની કસોટી કરી છે. 26 નબળા સેન્ડબોક્સ સેટઅપમાં 1,700થી વધુ ટેસ્ટ દ્વારા AI એજન્ટ્સ નિયમોનું ઉલ્લંઘન કરે છે કે નહીં તે તપાસવામાં આવ્યું.

Top Stories Tech & Auto
AI Honeypot: 6 AI મોડલની 1,700થી વધુ ટેસ્ટમાં નિયમો તોડવાની આશંકા

Tech News: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અત્યાર સુધી હનીટ્રેપનો ખતરો માણસો સાથે જોડાતો હતો, પરંતુ હવે AI એજન્ટ્સ પણ લાલચમાં આવીને નિયમો તોડી શકે છે કે કેમ તે અંગે સંશોધન કરવામાં આવ્યું છે. AI ક્ષેત્રની કંપની એન્થ્રોપિક (Anthropic)એ પોતાના AI એજન્ટ્સની મર્યાદા ચકાસવા માટે ‘સાયરેને’ (Siren) નામનો ડિજિટલ હનીપોટ (AI Honeypot) તૈયાર કર્યો હતો.

AI Honeypot: AI એજન્ટ્સને ફસાવવા તૈયાર કરાયું ડિજિટલ જાળ

એન્થ્રોપિકના સંશોધકો જાણવા માગતા હતા કે AI એજન્ટ્સને લાલચ આપીને તેમની પાસે નિયમોનું ઉલ્લંઘન કરાવી શકાય છે કે નહીં. આ માટે કંપનીએ સાયરેને નામનું ડિજિટલ જાળ તૈયાર કર્યું (Technology News) હતું. આ સિસ્ટમ હનીપોટની જેમ કામ કરે છે, જેમાં AI એજન્ટ્સને ખોટાં કામ કરવા માટે ઉશ્કેરવામાં આવે છે. તેના આધારે સંશોધકો એ તપાસવા માગતા હતા કે AI એજન્ટ્સ પોતાની નક્કી કરેલી મર્યાદાઓ જાળવી રાખે છે કે પછી લાલચમાં આવીને તેને ઓળંગે છે.

26 નબળા સેટઅપમાં 1,700થી વધુ ટેસ્ટ

આ સંશોધન માટે એન્થ્રોપિકે 26 નબળા સેન્ડબોક્સ સેટઅપ તૈયાર કર્યા હતા. આ સેટઅપમાં 1,700થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કંપનીએ આ પરીક્ષણો દ્વારા AI (Artificial Intelligence) એજન્ટ્સની સુરક્ષા અને નિયમોનું પાલન કરવાની ક્ષમતાની ચકાસણી કરી હતી. આ કસોટીમાં કુલ 6 AI મોડલને સામેલ કરવામાં આવ્યા હતા.

AI એજન્ટ્સની વધતી ક્ષમતા વચ્ચે સુરક્ષાનો સવાલ

હાલમાં AI ટેક્નોલોજી માત્ર ઈમેલ લખવા કે સવાલોના જવાબ આપવા પૂરતી મર્યાદિત રહી નથી. AI એજન્ટ્સ હવે વધુ જટિલ કાર્યો કરવા સક્ષમ બની રહ્યા છે. જોકે, તેમની વધતી ક્ષમતા સાથે સુરક્ષા અને નિયમોના પાલનનો પ્રશ્ન પણ મહત્ત્વનો બન્યો છે.

એન્થ્રોપિકના આ પ્રયોગે AI એજન્ટ્સને લાલચ આપીને તેમની મર્યાદાઓ ચકાસવાની નવી દિશા ખોલી છે. હવે AI સિસ્ટમ્સ કેટલી સુરક્ષિત છે અને પ્રલોભન સામે કેટલું નિયમોનું પાલન કરે છે તે ટેક્નોલોજી ક્ષેત્ર માટે મહત્ત્વનો વિષય બન્યો છે.


આ પણ વાંચો: મોરબીમાં પરિણીત યુવાનને હનીટ્રેપમાં ફસાવી ₹50 લાખની ખંડણી માગી, મહિલા સહિત 4 આરોપી ઝડપાયા

આ પણ વાંચો: હનીટ્રેપ શું છે? Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગ અને ચીની મહિલા સાથેના સંબંધોની ચોંકાવનારી કહાની

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં જૈશનો શંકાસ્પદ આતંકી ઝડપાયો; પાકિસ્તાની કનેક્શન અને હનીટ્રેપનો પર્દાફાશ