West Bengal STF Terrorist Arrest: પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા વર્ધમાન જિલ્લામાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી છે. આતંકીની પૂછપરછ અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે તે સોશિયલ મીડિયા અને વોટ્સએપ દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં રહીને ભારત વિરોધી ષડયંત્ર રચી રહ્યો હતો.
પાકિસ્તાની અને વિદેશી નંબરો સાથે કનેક્શન
ઝડપાયેલા આતંકી(terrorist) હમિમ મોન્ડલ સામે દાખલ થયેલી એફઆઇઆરમાં 6 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વોટ્સએપ નંબરોની વિગતો સામે આવી છે.
આમાંના કેટલાક નંબરો પાકિસ્તાની કોડ (+92) થી શરૂ થાય છે, જેને રાણા અને ‘સી9યુઝહૈર’ જેવા ઓપરેટર્સ ચલાવી રહ્યા હતા. આ ઉપરાંત અમેરિકા, બ્રિટન અને મેક્સિકોના નંબરો પણ તપાસમાં સામે આવ્યા છે.
ગર્લફ્રેન્ડ અર્પિતા સરકારની ધરપકડ અને હનીટ્રેપનું કાવતરું
આતંકી(terrorist) મોન્ડલની કથિત ગર્લફ્રેન્ડ અર્પિતા સરકારની ઝારખંડમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસના દાવા મુજબ આ બંને ચાર વર્ષથી ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા અને રિલેશનશિપમાં હતા.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ કપલ રાજ્યના મંત્રીના પુત્રનું અપહરણ કરીને ખંડણી વસૂલવાની ફિરાકમાં હતું. આ ઉપરાંત, અર્પિતા સરકારને સોશિયલ મીડિયાના માધ્યમથી હનીટ્રેપમાં ફસાવવાનું અને મોટા કાવતરાં પાર પાડવાનું કામ સોંપવામાં આવ્યું હોવાનો દાવો પોલીસે કર્યો છે.
આ પણ વાંચો:ગુજરાત ATSનું મોટું ઓપરેશન: Jaish e Mohammadના 8 આતંકી ઝડપાયા
આ પણ વાંચો:અલવર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આતંકી સંગઠન Jaish e Mohammadના નામે પત્ર મળ્યો
