ભારતમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે મંદ પડિ રહી છે જે સારા સમાચાર છે.દેશમાં છેલ્લા ઘણા દિવસોથી નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે અને રિકવરીના કેસોમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોનાને માત આપીને લોકો ઝડપથી સાજા થઇ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોના સંક્રમણના 1.30 લાખ નોંધાય છે.
કોરોનાની રફતાર હવે ધીમે ધીમે મંદ પડી રહી છે .હવે દેશના અનેક રાજ્યોમાં કોરોના કેસોમાં ઘટાડો થતાં લોકડાઉનને અનલોક કરવાની શરૂઆત પણ કરી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1.30 લાખ કોરોના કેસો નોધાયા છે અને રિકવરી કેસોમાં ધરખમ વધારો થયો છે. કોરોનાને માત આપીને લોકો સાજ થઇ રહ્યા છે જે અતિ મહત્વની બાબત છે જેના લીધે રિકવરી કેસોમાં વધારો થયો છે 24 કલાકમાં રિકવરી કેસો 2.05 લાખ પહોચ્યા છે. જયારે દેશમાં કુલ 3.40 લાખ લોકોના કોરોનાથી મોત થયાં છે. કોરોનાના એકટિવ કેસો હવે સવા સોળ લાખ છે.ભારતમાં કોરોના ટેસ્ટ વધી રહ્યા છે અને કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.
