Surat News/ સી. જોસેફ વિજયની કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ

સી. જોસેફ વિજય દ્વારા કપાસ પરની 11 ટકા આયાત ડ્યુટી (Cotton Import Duty) હટાવવાની માંગ કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખેડૂત આગેવાન જયેશ પટેલએ પ્રધાનમંત્રીને પત્ર લખીને હાલની ડ્યુટી યથાવત રાખવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે આયાતી કપાસ સસ્તો આવશે તો સ્થાનિક ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નહીં મળે.

Top Stories Gujarat Surat Breaking News
Cotton Import Duty મુદ્દે ખેડૂતો vs ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી

Surat News: સી. જોસેફ વિજય દ્વારા કપાસ પર લાગુ 11 ટકા આયાત ડ્યુટી (Cotton Import Duty) દૂર કરવાની માંગ ઉઠાવવામાં આવતા ગુજરાત સહિત દેશભરના કપાસ પકવતા ખેડૂતો (Farmers)માં ભારે અસંતોષ ફેલાયો છે. આ મુદ્દે ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખીને હાલની આયાત ડ્યુટી યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતો એક્શનમાં

મળતી માહિતી મુજબ, તમિલનાડુ સરકાર દ્વારા ગારમેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગના હિતમાં કપાસની આયાત (Cotton Import Duty)ને વેરામુક્ત બનાવવાની રજૂઆત કરવામાં આવી છે. સિન્થેટિક ફાયબર્સના વધતા ભાવ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ માંગ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

જોકે, ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જો વિદેશી કપાસ (Cotton Import Duty)ને વેરામુક્ત પ્રવેશ આપવામાં આવશે તો સ્થાનિક બજારમાં સસ્તો આયાતી કપાસ આવી જશે, જેના કારણે ભારતીય ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નહીં મળે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય કપાસ ઉત્પાદક રાજ્યોના ખેડૂતો પર તેની સીધી અસર પડી શકે છે.

Cotton Import Duty
Cotton Import Duty

Cotton Import Duty હટાવવાની માંગ

ખેડૂત આગેવાન જયેશ પટેલે (ખેડૂત આગેવાન જયેશ પટેલે) પોતાના પત્રમાં જણાવ્યું છે કે ભારત વિશ્વમાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર દેશોમાં સામેલ છે અને સ્થાનિક ખેડૂતો પૂરતું ઉત્પાદન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આયાત ડ્યુટી દૂર કરવાથી દેશના ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ છે.તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોની આવક વધારવા અને કૃષિ વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. જો કપાસની આયાત પરની ડ્યુટી દૂર કરવામાં આવશે તો ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો પર અસર પડી શકે છે.

આ મુદ્દે હવે ખેડૂતો અને ટેક્સટાઇલ ઉદ્યોગ વચ્ચે મતભેદ ઊભા થયા છે. એક તરફ ઉદ્યોગો સસ્તા કાચા માલની માંગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ખેડૂતો સ્થાનિક ઉત્પાદન અને ભાવ સુરક્ષાને પ્રાથમિકતા આપવા માંગ કરી રહ્યા છે.આ સમગ્ર મામલે કેન્દ્ર સરકાર શું નિર્ણય લે છે તેના પર હવે દેશના લાખો કપાસ ઉત્પાદક ખેડૂતોની નજર ટકેલી છે.


આ પણ વાંચો:તમિલનાડુમાં મોટો ઉલટફેર! જાણો સીએમ વિજયના ફ્લોર ટેસ્ટ પહેલા તમિલનાડુમાં શું થયું?

આ પણ વાંચો:સુપરસ્ટાર વિજય બે બેઠકો પરથી ચૂંટણી લડશે, બેરોજગારોને ₹4000 આપવાનો TVK નો માસ્ટરસ્ટ્રોક

આ પણ વાંચો:તમિલનાડુમાં વિજયનો રાજ્યાભિષેક નક્કી! VCK ના સમર્થન સાથે જાદુઈ આંકડો પાર