FBI Director Controversy/ FBI ડાયરેક્ટર કાશ પટેલ વિવાદમાં,ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી ટ્રિપના આરોપોથી અમેરિકામાં હોબાળો

FBI ડાયરેક્ટર કાશ પટેલ (Kash Patel) ફરી વિવાદમાં,ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી ટ્રિપ અને સરકારી જેટના ઉપયોગના આરોપોથી અમેરિકામાં ચર્ચા તેજ.

Top Stories World Breaking News
Kash Patelની લક્ઝરી ડેટ પર અમેરિકામાં વિવાદ,FBIએ આપ્યો બચાવ

FBI Director Controversy: FBI (Federal Bureau of Investigation)ના ડાયરેક્ટર કાશ પટેલ (Kash Patel) ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી ગયા છે. તેમના પર સરકારી સંસાધનો અને સુરક્ષા વ્યવસ્થાનો વ્યક્તિગત ઉપયોગ કરીને લક્ઝરી ટ્રિપ માણવાના આરોપો લાગ્યા બાદ અમેરિકન રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

Kash Patelની ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી ટ્રિપ?

મળતી માહિતી મુજબ, ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કાશ પટેલે (Kash Patel) FBIના સત્તાવાર ગલ્ફસ્ટ્રીમ V જેટનો ઉપયોગ કરીને પોતાની ગર્લફ્રેન્ડ એલેક્સિસ વિલ્કિન્સ સાથે પ્રવાસ કર્યો હતો. આ મામલે સરકારી સંસાધનોના ઉપયોગ અને અધિકારીક પ્રવાસના હેતુ અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, કાશ પટેલ (Kash Patel) અને તેમની ગર્લફ્રેન્ડ વોશિંગ્ટનથી ફિલાડેલ્ફિયા પહોંચ્યા હતા જ્યાં તેઓએ એક મોટા કન્ટ્રી મ્યુઝિક કોન્સર્ટમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ માટે મોંઘા પ્રાઇવેટ સ્યુટનો ઉપયોગ કરાયો હોવાના પણ આક્ષેપો થયા છે. સાથે જ FBIના ફ્લાઇટ ક્રૂ અને સુરક્ષા સ્ટાફને લાંબા સમય સુધી ઓવરટાઇમ કરવો પડ્યો હોવાની માહિતી પણ સામે આવી છે.

Kash Patel
Kash Patel

જોકે, FBI અને તેમના પ્રવક્તાઓએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. એજન્સીનું કહેવું છે કે તમામ પ્રવાસો સુરક્ષા પ્રોટોકોલ અને સત્તાવાર ફરજોના ભાગરૂપે કરવામાં આવ્યા હતા. ગર્લફ્રેન્ડની હાજરીને પણ વ્યક્તિગત આમંત્રણ અને કાર્યક્રમના પ્રોટોકોલ સાથે જોડવામાં આવી છે.

આ પહેલાં પણ કાશ પટેલ (Kash Patel) વિવિધ VIP ટ્રિપ્સને લઈને ચર્ચામાં રહ્યા છે. હવાઈની મુલાકાત દરમિયાન તેઓ પર સત્તાવાર પ્રવાસ દરમિયાન લક્ઝરી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના આરોપો લાગ્યા હતા. ઉપરાંત, ઇટાલીના મિલાન પ્રવાસ દરમિયાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેઓ ખેલાડીઓ સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

Kash Patel
Kash Patel

પોતાના પર લાગેલા તમામ આરોપો અંગે કાશ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મીડિયા દ્વારા રાજકીય કારણોસર ખોટી છબી ઉભી કરવામાં આવી રહી છે. તેમના કહેવા મુજબ તેઓ પોતાના વ્યક્તિગત ખર્ચ પોતે જ ભોગવે છે અને ઓફિસમાં સૌથી વધુ સમય કામ કરે છે.આ સમગ્ર મામલે હવે અમેરિકન રાજકારણ અને સુરક્ષા એજન્સીઓની કાર્યપદ્ધતિ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.


આ પણ વાંચો:FBI ડાયરેક્ટર કાશ પટેલનું એકાઉન્ટ હેક, ગુજરાતમાં રહેલા બેંક ખાતા અને પર્સનલ ફોટા ઇરાની હેકર્સે લીક કર્યા

આ પણ વાંચો:પહેલગામ હુમલા પર FBI ડિરેક્ટર કાશ પટેલ : ભારતને અમારો સંપુર્ણ ટેકો આપવાનું ચાલુ રાખીશ

આ પણ વાંચો:કાશ પટેલે નવા FBI ડિરેક્ટર તરીકે લીધા શપથ, ભગવદ ગીતા પર હાથ મૂક્યો