Gujarat Rain : ગુજરાતના દરિયાકાંઠો સૌથી વિશાળ છે. સિરક્રીકથી ખંભાતના અખાત સુધી વિસ્તરેલો ગુજરાતનો દરિયાકિનારો હવે પ્રવાસીઓને વધુ આર્કષશે. ગુજરાતના દરિયાકાંઠામાં ડોલ્ફિનની વસ્તીમાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં સામે આવ્યું કે છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતના દરિયાકાંઠો ધીરેધીરે ડોલ્ફિનનું હબ બની રહ્યો છે.
વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં બે દિવસની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નવલખી બંદર અને ખંભાતના અખાત પાસે ડોલ્ફિન જોવા મળી. નવલખી બંદર પાસે બે અને ખંભાતના અખાત પાસે 10 ડોલ્ફિન મળી આવી. દરિયો ખેડતા માછીમારોએ પણ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે દરિયામાં કેટલીક વખત તેમની બોટ પાસે તેમણે ડોલ્ફિન જોઈ છે. ખાસ કરીને શિયાળા દરમિયાન કિનારા આસપાસ વધુ વખત ડોલ્ફિન જોવા મળી હોવાનું પણ જણાવ્યું.
રાજ્યના દરિયાકાંઠામાં ડોલ્ફિનની સંખ્યા વધતા વનવિભાગ દ્વારા ડોલ્ફિનના સંરક્ષણને લઈને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં લોકોને ડોલ્ફિન વિશે માહિતી અપાશે તેમજ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોસ્ટ ગાર્ડના સભ્યો, સ્થાનિક પોલીસ અને વન અધિકારીઓનો સમાવેશ કરીને ટાસ્ક ફોર્સની રચના કરવાની પણ દરખાસ્ત કરી છે. ગુજરાત ઉપરાંત કેન્દ્ર દ્વારા પણ પ્રોજેક્ટ ડોલ્ફિન શરૂ કરવામાં આવ્યો છે. અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા ડોલ્ફિનના સંરક્ષણ માટે સંચાલન કરવામાં આવશે.
આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા
