ઉજવણી/ વડોદરાના બ્રહ્મ સમાજ દ્વારા કરાઈ બળેવની ઉજવણી : કલ્યાણરાયજી મંદિર ખાતે યોજાયો યજ્ઞપવિત સમારોહ

વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનાં માર્ગદર્શનથી 108 દ્વારકેશલાલજી મહારાજના આશીર્વાદ સાથે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલી હતી.

Gujarat Vadodara Trending
જનોઈ

આજે વિક્રમ સંવત 2078 ને પવિત્ર શ્રાવણ સુદ પૂર્ણિમાનાં પર્વને લઈને રક્ષાબંધન ઉપરાંત બ્રાહ્મણો માટે પણ જનોઈ બદલવાનો વિશેષ તહેવાર માનવામાં આવે છે. બળેવ પર્વનું વિશેષ મહત્વ બ્રાહ્મણ માટે પણ હોય છે ત્યારે વડોદરાનાં કલ્યાણ રાયજી મંદિર ખાતે રાકેશ એલજી મહારાજની ઉપસ્થિતિમાં ખાસ બ્રાહ્મણો દ્વારા નુતન યજ્ઞપવિત ધારણ કરવામાં આવ્યા હતા.

જનોઈ

અહીં વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનાં માર્ગદર્શનથી  108 દ્વારકેશલાલજી મહારાજના આશીર્વાદ સાથે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલી તહેવારની પરંપરિક ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં બ્રાહ્મણો જન્યો સંસ્કાર બદલવાની ધાર્મિક ગતિમાં ઉપસ્થિત રહી મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી હતી.આ પર્વ નિમિત્તે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પણ બ્રાહ્મણોને ખાસ શુભેચ્છાઓ સાથે હરઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી.  કલ્યાણ રાયજી મંદિર ખાતે નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરવા પહોંચેલા બ્રાહ્મણોએ પણ પોતાના આ પરંપરિક સંસ્કારને લઈને દર વર્ષની પ્રક્રિયામાં વિધિ વિધાન સાથે નૂતન યજ્ઞોપવીત  ધારણ કરવાની બાબતને બ્રાહ્મણ સંસ્કાર ગણાવ્યા હતા.

આ પણ વાંચો : દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ શપથ લીધા અને થયા ભાવુક