Not Set/ બિહાર : આવનારી ચૂંટણીમાં પણ નીતીશના રણનીતિકાર હશે પીકે…

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર બિહારમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સીએમ નીતીશ કુમારના સલાહકારની ભૂમિકા નિભાવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બાબતે નીતીશ કુમાર અને પ્રશાંત કિશોર વચ્ચે પહેલા જ પાંચ-છ બેઠક થઇ ચુકી છે. જેડી(યુ) સચિવ કેસી ત્યાગીએ સોમવારે જણાવ્યું કે મેં ગઈ રાતે આ વિષે પ્રશાંત કિશોર સાથે વાત કરી હતી. આ લગભગ નક્કી જ છે કે […]

Top Stories India

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર બિહારમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સીએમ નીતીશ કુમારના સલાહકારની ભૂમિકા નિભાવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બાબતે નીતીશ કુમાર અને પ્રશાંત કિશોર વચ્ચે પહેલા જ પાંચ-છ બેઠક થઇ ચુકી છે.

જેડી(યુ) સચિવ કેસી ત્યાગીએ સોમવારે જણાવ્યું કે મેં ગઈ રાતે આ વિષે પ્રશાંત કિશોર સાથે વાત કરી હતી.

આ લગભગ નક્કી જ છે કે તેઓ આવતી ચૂંટણીમાં પણ જેડી(યુ) સાથે કામ કરશે. ત્યાગીએ જણાવ્યું કે પ્રશાંત કિશોર આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીની રણનીતિ અને માસ્ટરપ્લાન તૈયાર કરશે. સાથે જ પીકે ગઠબંધનમાં સાથી દળોને પણ મુસીબમાંથી બહાર કાઢશે.

સૂત્રોના જણાવ્યા મુજબ 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે કામ કરવાને લઈને પણ પીકેની વાત ચાલી રહી છે. થોડા દિવસ પહેલા અમિત શાહ સાથે એમની મુલાકાતની વાત સામે આવી હતી. આ બાબતે ત્યાગીને પૂછતાં એમણે જણાવ્યું કે મને ખબર નથી ભાજપ અને પીકે વચ્ચે શું વાત થઇ. આના પર વાત કરવા માટે, હું ઉચિત વ્યક્તિ નથી.

જણાવી દઈએ કે પ્રશાંત કિશોર એ જ વ્યક્તિ છે જેમણે 2015માં બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મહિનાઓની મહેનત બાદ મહાગઠબંધનનું સમીકરણ તૈયાર કર્યું હતું. અને મોટી જીત આપવી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ તૈયાર કરવાવાળા પ્રશાંત કિશોરે જ 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રતિદ્વંદી લાલુ યાદવ અને  નીતીશ કુમારને સાથે લાવ્યા હતા અને મહાગઠબંધનની રણનીતિ ઓને ખુબ બારીકીથી તૈયાર કરી હતી.