ભુજ,
ભુજ તાલુકાના સુખપર ગામે શૌચાલયમાં જતા સમયે લોખંડના દરવાજામાં ઉતરેલાં વીજપ્રવાહે પાંચ વર્ષના માસુમ બાળકનો ભોગ લીધો.
સુખપરના મફતનગરમાં રહેતા મોહન કોળી નામના બાળકે ઘરના શૌચાલયના લોખંડના દરવાજાને સ્પર્શ કર્યો હતો. દરવાજાને સ્પર્શ કરતા જ જોરદાર વીજકરંટ લાગ્યો હતો.વીજ કરંટના કારણે બાળકને જી.કે. જનરલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ તબીબે બાળકને સારવાર પૂર્વે મૃત જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે વરસાદને કારણે શૌચાલય ભેજવાળું થયું હતું. નજીકમાંથી વીજલાઈન પસાર થતી હતી.
વીજકરંટ શૌચાલયના લોખંડના દરવાજામાં ઉતર્યો હોવાના લીધે મોત થયુ હતુ. આ બનાવ સંદર્ભે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
