અમદાવાદની એક હોટલમાં જમવા ગયેલા યુગલને કડવો અનુભવ થયો હતો.આ શાકાહારી કપલને હોટલમાં ચીકન સેન્ડવીચ પીરસી દેવામાં આવી હતી.જો કે આ ભૂલ અંગે હોટલ સંચાલકોએ માફી પણ માંગી હતી.
વિગતે જઈએ તો શહેરમાં રહેતા શૈવલ દેસાઈ તેમની થનારી પત્ની શોહિની શાહ અને મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એસ જી હાઇવે પર આવેલી ક્રાઉન પ્લાઝા હોટલમાં પહોંચ્યા હતા.

શૈવલ પોતાના લગ્ન માટે સ્થળ નક્કી કરવા માટે આ હોટલ પર પહોંચ્યા હતા.તેમણે હોટલના કાફેમાં વેજીટેબલ સેન્ડવીચ અને ફ્રેન્ચ ફ્રાઈસનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ જ્યારે શૈવલના માતા પિતાએ સેન્ડવીચ ખાધી તો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમને વેજીટેબલ નહીં પણ ચીકન સેન્ડવીચ આપવામાં આવી છે.
શૈવલે કહ્યું કે, હોટલે આ રીતે શાકાહારી લોકોને ચીકન સેન્ડવીચ પીરસીને તેમના માતા-પિતાની ધર્મની લાગણી દુભાવી છે.આ અંગે ઉગ્ર પ્રતિભાવ આપતા શૈવલે હોટલના મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી.મેનેજમેન્ટને પણ પોતાની ભૂલ સમજાતા તેમણે લેખિતમાં માફી માંગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
