Not Set/ “મિશન ૨૦૧૯ કે હારનો ક્લાસ”? એક જ દિવસે ભાજપના બે ધુરંધર પહોચ્યા વતનમાં

ગાંધીનગર, તાજેતરમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા સફાયા બાદ મોદી સરકાર દ્વારા ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણીની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, આ વચ્ચે ભાજપના બે ધુરંધર પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક જ દિવસે પોતાના ગૃહરાજ્ય ગુજરાત આવી પહોચ્યા છે. જોવામાં આવે તો, પીએમ મોદી અને અમિત શાહ વર્ષ […]

Top Stories Gujarat Trending

ગાંધીનગર,

તાજેતરમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા સફાયા બાદ મોદી સરકાર દ્વારા ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણીની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, આ વચ્ચે ભાજપના બે ધુરંધર પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક જ દિવસે પોતાના ગૃહરાજ્ય ગુજરાત આવી પહોચ્યા છે.

જોવામાં આવે તો, પીએમ મોદી અને અમિત શાહ વર્ષ ૨૦૧૪ બાદ ઘણીવાર ગુજરાત આવ્યા છે, પરંતુ પાર્ટીના બે શીર્ષ નેતાઓની એક જ દિવસે ગુજરાતની મુલાકાતને લઇ દેશભરના રાજકારણમાં ગરમાવો છે.

gujarat-Mission 2019 or another tactic”? one day BJP pm Modi amit Shah arrived gujarat

માનવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ પોતાની આ મુલાકાત દરમિયાન આગામી લોકસભાની ચૂંટણી અને પાંચ રાજ્યોની મળેલી હાર અંગે વિસ્તૃત ચર્ચા કરી શકે છે.

gujarat-Mission 2019 or another tactic”? one day BJP pm Modi amit Shah arrived gujarat

પીએમ મોદીની ગુજરાત મુલાકાતની વાત કરવામાં આવે તો, તેઓ નર્મદા જીલ્લામાં કેવડિયા કોલોની ખાતે ઓલ ઇન્ડિયા DG (ડાયરેક્ટર જનલર ઓફ પોલીસ) અને IG (ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ)ની વાર્ષિક કોન્ફરન્સમાં હાજરી આપવા માટે આવ્યા છે.

આ ઉપરાંત તેઓ ગાંધીનગરના અડાલજ ખાતે ત્રિમંદિર પહોંચશે અને ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધિવેશનમા હાજરી આપશે.

gujarat-Mission 2019 or another tactic”? one day BJP pm Modi amit Shah arrived gujarat

જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે રાજકોટ ખાતે સંઘનાં એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે.  હિન્દૂ ધર્મસભાનાં તેઓ ભાગ લેશે અને આ દરમિયાન રામ મંદિર અંગે પણ ચર્ચા કરવામાં આવશે.