Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના મહેસાણાના આ પ્રવાસી માટે માઉન્ટ આબુની સફર દુર્ઘટનામાં બદલાઈ . સેલ્ફી લેતા સંતુલન ગુમાવતા તેઓ 300 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતાં મોતને ભેટ્યા.
સૂત્રો અનુસાર, 50 વર્ષીય વિષ્ણુ ઠાકોર પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા આવ્યા હતા. આરણા હનુમાનજી મંદિર નજીક સુંદર દૃશ્યના બેકગ્રાઉન્ડ સાથે સેલ્ફી લેતા જ સંતુલન ગુમાવતા તે સીધો ખાઈમાં ખાબકયો. આસપાસના લોકો ચીસા પાડી મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તે ખાઈમાં ઊંડે પડી ચૂક્યો હતો.
[fvplayer id=”120″]
બચાવ કામગીરી હાથ ધરાઇ
ઘટનાની જાણ થતાં જ રાજસ્થાન પોલીસ અને પાલિકાની બચાવ ટીમ સ્થળ પર પહોંચી. લાંબી શોધખોળ બાદ વિષ્ણુ ઠાકોરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે.
આ ઘટના પહેલી નથી. માઉન્ટ આબુમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સેલ્ફી લેતાં ખાઈમાં પડવાના અનેક બનાવો સામે આવ્યા છે. થોડા સમય અગાઉ પણ એક ગુજરાતી યુવક સેલ્ફીના શોખમાં જીવ ગુમાવી બેઠો હતો.
[fvplayer id=”121″]
સુરક્ષા વધારવા મુદ્દે માંગણી
સતત થતા અકસ્માતોને લઈને સ્થાનિક રહેવાસીઓએ માર્ગો અને ખતરનાક સ્થળોએ સુરક્ષા વધારવાની માંગણી કરી છે. ખાસ કરીને માઉન્ટ આબુની ખાઈઓ અને મંદિર આસપાસ રેલિંગ, ચેતવણી બોર્ડ તથા પોલીસ તૈનાતી વધારવાની જરૂરિયાત જણાઈ રહી છે.
[fvplayer id=”122″]
સેલ્ફીનો શોખ વારંવાર જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વિષ્ણુ ઠાકોરનું મોત માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર પ્રવાસન ક્ષેત્ર માટે ચેતવણીરૂપ છે. પ્રવાસીઓએ સાવચેતી રાખવી તેમજ તંત્રએ સુરક્ષા પગલાં મજબૂત કરવા જરૂરી બની ગયું છે.
આ પણ વાંચો:બનાસકાંઠાના દિયોદરમાં યુવકનું હાર્ટએટેકથી મોત
આ પણ વાંચો:બનાસકાંઠાના સુઈગામમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ
આ પણ વાંચો:બનાસકાંઠા: SDRF ટીમે રેસ્ક્યુ કરી 8 લોકોને બચાવ્યા
