Gandhinagar News: ગાંધીનગર જિલ્લામાં આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસના સંયુક્ત અભિયાન હેઠળ 500થી વધુ પોલીસ કાફલાના કડક બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી હાથ ધરાઈ છે.
સાબરમતી નદી કાંઠા વિસ્તાર તેમજ GEB, પેથાપુર, ચરેડી સહિતના વિસ્તારોમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ઊભા કરવામાં આવેલા દબાણોને તંત્રએ નિશાન બનાવ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ 700થી વધુ દબાણો દૂર કરવા માટે બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ થઈ છે.
[fvplayer id=”118″]
500થી વધુ પોલીસ કર્મચારીઓની તૈનાતી
જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક મ્યુનિસિપલ તંત્રના સંયુક્ત અભિયાન હેઠળ પેથાપુર GEB પાછળ તથા નદી કિનારા વિસ્તારના વર્ષો જૂના દબાણોને દૂર કરવામાં આવ્યા. 10 જેટલી JCB મશીનો, 15 ટ્રકનો કાફલો, 500થી વધુ પોલીસ કર્મચારીઓની તૈનાત કરવામાં આવી. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે વિશેષ સુરક્ષા ગોઠવણ કરવામાં આવી છે.
[fvplayer id=”125″]
કાર્યવાહીને કારણે વિસ્તારોમાં ભારે ચકચાર મચી છે. ઘણા દબાણધારકો પોતાનો સામાન સ્થળાંતર કરવા તત્પર થઈ ગયા છે. તંત્રએ પહેલાથી જ નોટિસ આપી હતી, છતાં કેટલાક લોકોએ તેનો પાલન ન કરતાં કડક પગલાં લેવાયા છે.
અધિકારીઓના નિવેદનો
વહીવટી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો હવે સહન કરવામાં નહીં આવે. જિલ્લા પોલીસએ પણ કહ્યું કે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી તૈયારી છે અને કોઈ અણધારી ઘટના બને તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગરમાં શરૂ કરાયેલ આ મેગા ડ્રાઈવ એ તંત્રની ગેરકાયદેસર દબાણો સામેની કડક વલણનું દ્યોતક છે. 700થી વધુ દબાણો પર ચાલી રહેલી કાર્યવાહી આવતા દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ વિસ્તરવાની શક્યતા છે.
[fvplayer id=”124″]
આ પણ વાંચો: નવરાત્રિ ગાઈડલાઈન : પોલીસ તથા અન્ય વિભાગનું NOC ફરજિયાત, ખેલૈયાઓની સંખ્યાનો રેકોર્ડ રાખવો પડશે
આ પણ વાંચો: GST UPDATE NEWS/નવરાત્રિની મોટી ભેટ, પહેલા દિવસથી 375 વસ્તુઓનો GST ઘટાડવામાં આવશે, નિર્મલા સીતારમણે કંપનીને આપી કડક સૂચનાઓ
આ પણ વાંચો: Gujarat News/નવરાત્રિમાં વરસાદી ખલેલથી ખેલૈયા ચિંતિત, જળાશયોના સ્તર છલોછલ, ખેડૂતોમાં ખુશી
