જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP ચીફ મહેબૂબા મુફ્તીની કારને અકસ્માત નડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સંગમમાં ગુરુવારે મહેબૂબા મુફ્તીના વાહનને અકસ્માત નડ્યો હતો. જોકે, મુફ્તી માંડ માંડ બચ્યા હતા. મહેબૂબા મુફ્તી ઘાયલ નથી થયા. PDD મીડિયા સેલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા અને તેમના સુરક્ષા અધિકારીઓ કોઈ ગંભીર ઈજા વિના સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. જોકે કારના આગળના ભાગને નુકસાન થયું છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રીનું વાહન સંગમ ખાતે એક કાર સાથે અથડાયું હતું. જ્યારે અકસ્માત થયો ત્યારે મુફ્તી આગનો ભોગ બનેલા લોકોને મળવા ખાનબલ જઈ રહ્યા હતા. જોકે તેને કોઈ ઈજા થઈ ન હતી. અધિકારીએ જણાવ્યું કે તેમની અંગત સુરક્ષા માટે તૈનાત એક પોલીસ અધિકારીને આ ઘટનામાં સામાન્ય ઈજા થઈ છે. આ પછી પીડીપી પ્રમુખ પોતાની નિર્ધારિત મુલાકાત પર આગળ વધ્યા. પીડીપીના પ્રવક્તાએ કહ્યું કે મુફ્તી સુરક્ષિત છે અને તેમને ઈજા થઈ નથી.
PDP chief Mehbooba Mufti’s car met with an accident en route to Anantnag in J&K today. The former CM & her security officers escaped unhurt without any serious injuries: PDP Media Cell pic.twitter.com/k8R6VUTA3B
— ANI (@ANI) January 11, 2024
ક્ષતિગ્રસ્ત કારની તસવીર જોતા જોઈ શકાય છે કે અકસ્માત સમયે કારની સ્પીડ ઘણી વધારે હતી. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ સીએમ અને કારમાં મુસાફરી કરી રહેલા અન્ય લોકોને સામાન્ય ઈજા થઈ છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી. મહેબૂબાની સાથે તેમના સુરક્ષા ગાર્ડ અને પાર્ટીના કેટલાક નેતાઓ પણ ત્યાં હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર
આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ
આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો
આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….
