@હાર્દિક વાણીયા
- વંથલીના ધણફુલીયા ગામે સિંહના આંટાફેરા
- તીવ્ર ઠંડી વચ્ચે સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ
- છેલ્લા 4 થી 5 દિવસથી રહેણાંક વિસ્તારમાં સિંહ ની અવર જવર
- CCTV માં પણ સિંહનાં આટા ફેરાના દ્રશ્યો કેદ
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફુલીયા ગામે છેલ્લા 4 થી 5 દિવસથી શિયાળાની તીવ્ર ઠંડી વચ્ચે સિંહના આંટાફેરા જોવા મળી રહ્યા છે. ગામની મુખ્ય બજારમાં જ રહેણાંક વિસ્તારોમાં મોડી રાત્રે સિંહ આવી ચડતા સ્થાનિકોમાં ભારે ભય નો માહોલ ઉભો થયો છે.
શ્વાનો,વાછરડી ભેંસ સહિતના પ્રાણીઓને પણ સિંહ દ્વારા રંજાળ કરવામાં આવતો હોય જેને લઇ બજારનાં મુખ્ય માર્ગ પર લોહીના લિસોટા પણ જોવા મળ્યા છે.
રાત્રિના સમયે સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. શિકારની શોધમાં આવી ચડેલ સિંહના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી તાત્કાલિક ધોરણે રહેણાંક વિસ્તારમાં આવી ચડતા સિંહને પકડવા માંગ કરાઈ છે.
આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ
આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા