જુનાગઢ/ નરસિંહ મહેતા યુનિવર્સિટી પેપર કૌભાંડ, બીજી વાર પેપર તપાસતા વિદ્યાર્થી થયો પાસ

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હોમ સાયન્સના પેપર કાર્ડ બાદ હવે ૨૦૨૧ નું એલએલએમની સેમ-૪ ના પેપરનું  પણ કૌભાંડ સામે આવ્યું છે.

Gujarat Others
નરસિંહ મહેતા
  • યુનિવર્સિટીએ પેપર ચકાસણીમાં માર્યા લોચા
  • વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત
  • વિદ્યાર્થીને ઓછા માકર્સે થયો હતો નાપાસ
  • યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિની રચના

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હોમ સાયન્સના પેપર કાર્ડ બાદ હવે ૨૦૨૧ નું એલએલએમની સેમ-૪ ના પેપરનું  પણ કૌભાંડ સામે આવ્યું છે.આ જોતા હવે સ્થાનિક લેવલના બદલે કેન્દ્ર લેવલથી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણીઓ ઉઠી રહી છે.નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં પરીક્ષા આપ્યા પછી જે વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવ્યા હોય તેવા અસંતુષ્ઠ વિદ્યાર્થીઓ પેપર ખોલાવે છે,

હોમ સાયન્સના એક છાત્રએ પેપર ખોલાવ્યા પછી તેના માર્ક્સ વધ્યા હતા, એલએલએમ સેમ-૪ માં પોલીસ એન્ડ ક્રિમીનલ જસ્ટીસ સીસ્ટમમાં એક વિદ્યાર્થીને ૧૬૦ માર્ક્સ આવ્યા હતા, અને નાપાસ જાહેર કર્યો હતો, પરંતુ તેણે પેપર ખોલાવતા તેના ૧૩ માર્ક્સ વધીને ૧૭૩ થતા તેને પાસ કરવામાં આવ્યો હતો. આ બાબતે યુનિવર્સીટીના કુલપતિને ફરિયાદ કરતા વી.સી. ડો.ચેતન ત્રિવેદીએ ચાર સભ્યોની એક તપાસ કમિટી બનાવી તપાસ શરુ કરાવી છે.

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પેપર કાર્ડ બાદ હવે એલ.એમ સેમેસ્ટરના કોભાડનું ભૂત ધૂણ્યું છે. જે માટે યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

 સોરઠના ૪ જિલ્લામાં વિસ્તરેલી નરસિંહ મહેતા યુનિવર્સીટીનું પેપરકાંડ ચર્ચાના ચગડોળે ચડ્યું છે, આવા સમયે છેલ્લા ૧૫ દિવસથી હોમ સાયન્સના એક વિદ્યાર્થીની ફરિયાદ પરથી તપાસ સમિતિ બનાવી તપાસનું જે નાટક કરવામાં આવી રહ્યું છે, તેમાં હવે હોમ સાયન્સ બાદ ૨૦૨૧ નું એલએલએમની સેમ-૪ નું પણ કૌભાંડ સામે આવ્યું છે. આ જોતા હવે સ્થાનિક લેવલના બદલે કેન્દ્ર લેવલથી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણીઓ ઉઠી રહી છે.નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં પરીક્ષા આપ્યા પછી જે વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવ્યા હોય તેવા અસંતુષ્ઠ વિદ્યાર્થીઓ પેપર ખોલાવે છે, બાદમાં કોઇપણ રીતે માર્ક્સમાં વધારો થઈ જાય છે.

આવા અનેક કિસ્સાઓ પૈકી હોમ સાયન્સના એક છાત્રએ પેપર ખોલાવ્યા પછી તેના માર્ક્સ વધ્યા હતા, એલએલએમ સેમ-૪ માં પોલીસ એન્ડ ક્રિમીનલ જસ્ટીસ સીસ્ટમમાં એક વિદ્યાર્થીને ૧૬૦ માર્ક્સ આવ્યા હતા, અને નાપાસ જાહેર કર્યો હતો, પરંતુ તેણે પેપર ખોલાવતા તેના ૧૩ માર્ક્સ વધીને ૧૭૩ થતા તેને પાસ કરવામાં આવ્યો હતો. આવા અનેક કિસ્સાઓ પૈકી એક વિદ્યાર્થીના ૧૦ માર્ક્સ તો બીજા વિદ્યાર્થીના ૧૫ માર્ક્સ વધેલા છે.પરંતુ તેણે આ બાબતે યુનિવર્સીટીના કુલપતિને ફરિયાદ કરતા વી.સી. ડો.ચેતન ત્રિવેદીએ ચાર સભ્યોની એક તપાસ કમિટી બનાવી તપાસ શરુ કરાવી છે.

આ વાત હવે હોમ સાયન્સના વિદ્યાર્થીન પુરતી સિમિત નથી રહી, ૨૦૨૧ માં એલએલએમ સેમ-૪ ની પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં આવેલા માર્ક્સથી અસંતુષ્ઠ થઈને પેપર ખોલાવતા તેમના માર્ક્સ વધ્યા હતા, આવી પાંચથી છ માર્કશીટ સામે આવતા યુનિવર્સીટીના પેપર ચકાસતા પ્રોફેસરો સામે સવાલો ઉઠ્યા છે, શું ખરેખર પ્રોફેસરો જ પેપર ચકાશે છે કે પટ્ટાવાળા પેપર ચકાશે છે.

પેપર ખોલાવવાથી માર્ક્સ વધે તો પેપર ચકાસનારાનો વાંક કે પેપર ખોલાવ્યા પછી કોઇપણ રીતે માર્ક્સ વધારવાના કૌભાંડનો છે. હજુ તો યુનિવર્સીટી એક જ ફેકલ્ટીમાં આવું બન્યું હોવાનું ગાણું ગાઈ રહી છે,યુનિવર્સિટીના પેપર ખોલાવવા માટે રૂપિયા 2000 પેપર દીઠ ફી વસૂલ કરવામાં આવે છે જે અન્ય યુનિવર્સિટીઓ કરતા પણ અનેક ગણી વધારે છે આ સમગ્ર મામલે એને સામે આવ્યું છે અને તેણે આ અંગે તટસ્થ તપાસ કરવા માંગણી કરી છે.

જ્યારથી યુનિવર્સીટીને માન્યતા મળી ત્યારથી આ તમામ મામલે ઝીણવટભરી રીતે કેન્દ્ર લેવલથી નિષ્પક્ષ તપાસ કરવામાં નહી આવે ત્યાં સુધી આખુયે કૌભાંડ સામે નહી આવે.

આ પણ વાંચો: 20 વર્ષોમાં ગુજરાતે ઊભું કર્યું વિશ્વ સ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

આ પણ વાંચો:સ્કૂલમાં બનેલી આ ઘટનાથી વ્યથિત વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, તપાસમાં સામે આવ્યું આ શરમજનક સત્ય

આ પણ વાંચો: સિદ્ધપુરના ગણેશપુરા ગામે માતાજીની માનતાના ફૂલોના ગરબા