Lok Sabha Elections 2024/ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, આ દિગ્ગજ નેતા છોડશે કોંગ્રેસનો હાથ

આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના પ્રવાસ અંગેની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા આ મોટા નેતા અર્જુન મોઢવાડિયા હાજર હતા નહીં.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 59 લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, આ દિગ્ગજ નેતા છોડશે કોંગ્રેસનો હાથ

Ahmedabad News: લોકસભાની ચૂંટણી નજીક છે એવાંમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે.  રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ પહેલા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરને કોંગ્રેસ પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે અને બીજી બાજુ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રસ પક્ષ છોડશે. રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા કોંગ્રેસમાં આ મોટું ભંગાણ માનવામાં આવે છે.

આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના પ્રવાસ અંગેની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા આ મોટા નેતા અર્જુન મોઢવાડિયા હાજર હતા નહીં. આ પરિસ્થિતને જોતા અનેક તર્કવિતર્કો ચર્ચાઇ રહ્યા છે. ત્યારે અર્જૂન મોઢવાડિયા પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે તેવું માનવામાં આવી રહ્યુ છે.

પોરબંદરની લોકસભા બેઠક પરથી મનસુખ માંડવિયા ચૂંટણી લડવાના છે.જેથી  અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસમાં રાજીનામાથી સીધો ફાયદો ભાજપને જોવા મળી રહ્યો છે. છેલ્લા એક દોઢ મહિનાથી અર્જુન મોઢવાડિયાની ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ અંબરીશ ડેરની હકાલપટ્ટીની વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે અર્જૂન મોઢવાડિયાના એક ચોક્કસ નિવેદનને ટાંકીને આવા નેતાઓને ભાજપમાં જોડવામાં આવી રહ્યાની ટકોર કરી હતી. જેથી એ વાતને બળ મળે છે કે,અર્જૂન મોઢવાડિયાને લઇને કોંગ્રેસે પણ હવે મન બનાવી લીધું છે.

7 માર્ચની આસપાસ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં શરુ થવાની છે. જો કે ન્યાય યાત્રા શરુ થાય તે પહેલા જ અર્જુન મોઢવાડિયા કેસરિયા કરી શકે છે. આવનારા એક બે દિવસમાં તેઓ કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું પતુ કેમ કપાયું…?

આ પણ વાંચો:આસનસોલથી ભાજપના ઉમેદવાર પવન સિંહની વાપસી પર શું બોલ્યા શત્રુઘ્ન સિન્હા – જુઓ વીડિયો

આ પણ વાંચો:રાત્રે 10 વાગ્યે એવો શું ઈમેલ મોકલવામાં આવ્યો કે CJI ચંદ્રચુડ વકીલ પર થયા ગુસ્સે, જાણો

આ પણ વાંચો: ભોજપુરી સ્ટાર પવન સિંહ આસનસોલથી નહીં લડે ચૂંટણી, TMC પર લગાવ્યા આક્ષેપ