ઝારખંડ/ ઉંદરોએ ગાયબ કરી નાખ્યો 10 કિલો ભાંગ અને 9 કિલો ગાંજો! જાણો કેવી રીતે કેસ પહોંચ્યો કોર્ટમાં

10 કિલો ભાંગ અને 9 કિલો ગાંજાનો નાશ કરવાનો આરોપ ઉંદરો પર છે.

Top Stories India

Jharkhand News: ઝારખંડના ધનબાદ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીંના પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા 10 કિલો ભાંગ અને 9 કિલો ગાંજાનો નાશ કરવાનો આરોપ ઉંદરો પર છે. આ કેસ સાથે જોડાયેલા એક વકીલે રવિવારે કહ્યું કે પોલીસે આ કેસની માહિતી જિલ્લાની એક કોર્ટને આપી.

કોર્ટે રાજગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીને છ વર્ષ પહેલા પકડાયેલ ભાંગ અને ગાંજો રજૂ કરવાનો નિર્દેશ આપ્યા પછી, પોલીસે શનિવારે મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ રામ શર્માને રિપોર્ટ સોંપ્યો. અધિકારીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ઉંદરોએ પોલીસ સ્ટેશનના સ્ટોરરૂમમાં રાખવામાં આવેલ માદક  પદાર્થોનો સંપૂર્ણ નાશ કરી દીધો હતો. અધિકારીએ જણાવ્યું કે આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે 14 ડિસેમ્બર 2018ના રોજ રાજગંજ પોલીસે 10 કિલો ભાંગ અને 9 કિલો ગાંજો જપ્ત કર્યો હતો અને શંભુ પ્રસાદ અગ્રવાલ અને તેના પુત્રની ધરપકડ કરી હતી. તેની સામે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કેસના તપાસ અધિકારી જયપ્રકાશ પ્રસાદને જપ્ત કરાયેલ ભાંગ અને ગાંજાને 6 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

કેસમાં બચાવ પક્ષના વકીલ અભય ભટ્ટે જણાવ્યું હતું કે ”શંભુ પ્રસાદ અગ્રવાલ શનિવારે રાજગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની અરજી સાથે કોર્ટમાં હાજર થયા હતા, જેમાં જણાવ્યું હતું કે ઉંદરોએ જપ્ત કરેલી તમામ સામગ્રીનો નાશ કર્યો હતો.” એડવોકેટ અભય ભટ્ટે જણાવ્યું હતું કે એવું જણાય છે. તેના અસીલને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો હતો કારણ કે પોલીસ જપ્ત કરેલી સામગ્રી રજૂ કરી શકી ન હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાની બહેન સાથે શારીરિક સંબંધ રખાવો તો હું તારી સાથે લગ્ન કરીશ, પ્રેમીએ ગર્ભવતી પ્રેમિકાને મૂકી શરત

આ પણ વાંચો:દિલ્હીની હોસ્પિટલમાંથી બાળકોની ચોરી થતા ફફડાટ

આ પણ વાંચો:કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં OPS, PMLAનો નથી ઉલ્લેખ, તો મોદીની ગેરંટીના દાવાને ગળાવ્યા પોકળ