રામ જન્મભૂમિ ન્યાસનાં વરિષ્ઠ સભ્ય ડૉ. રામવિલાસ વેદાંતીએ બુધવારે કહ્યું હતું કે, રામ મંદિર અંગે નિર્ણય લેવામાં આવી ચુક્યો છે અને માત્ર હવે જાહેરાત કરવાની બાકી છે. વેદાંતી જાલૌનનાં દેવનપુરવામાં પત્રકારોને સંબોધન કરી રહ્યા હતા.
પત્રકારોને સંબોધન કરતા તેમણે કહ્યું કે રામ મંદિર અંગેનો નિર્ણય પહેલા જ થઈ ચૂક્યો છે, ફક્ત ઘોષણા કરવાનું બાકી છે. તેમણે કહ્યું કે અયોધ્યા કેસમાં જન્મસ્થળનાં તમામ પુરાવા રામલાલાથી સંબંધિત છે. રામલાલાનું નામ સરયુ નદી, રામઘાટ, રામ વોર્ડ, રામ પોલીસ સ્ટેશન છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં આ બધાનો ઉલ્લેખ છે. વેદાંતીએ કહ્યું કે, જ્યાં રામનો જન્મ થયો તે સ્થળે ભવ્ય મંદિર બનશે. મંદિરની 84 કોશી પરિક્રમાની અંદર કોઈ મસ્જિદ બનાવવામાં આવશે નહીં.
તેમણે કહ્યું કે જેટલો વિરોધ મુસ્લિમો દ્વારા કરવામાં આવ્યો નથી, તેના કરતા વધુ કોંગ્રેસે કર્યો અને કોંગ્રેસે હિન્દુ-મુસ્લિમને લડાવવાનું કામ કર્યુ છે. વેદાંતીએ કહ્યું, ‘વર્ષ 1993 માં સૈયદ શહાબુદ્દીને લોકસભામાં કહ્યું હતું કે, જો રામનાં જન્મથી સંબંધિત કોઈ પુરાવા છે, તો ત્યાં રામ મંદિરનું નિર્માણ કરવું જોઈએ. ખોદકામ દરમિયાન જે પણ પુરાવા મળ્યા છે તે રામનાં જન્મનું સ્થળ સાબિત કરે છે. આ નઝૂલની ભૂમિ છે અને કેન્દ્ર સરકારનો નઝૂલની જમીન ઉપર અધિકાર છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસને કલમ 370 હટાયા બાદ દુઃખ થયુ છે તેટલુ તો જમ્મુ-કાશ્મીરનાં મુસ્લિમ સમુદાયનાં લોકોને પણ થયુ નથી. ભારતમાં 80 ટકા મુસ્લિમો રામ જન્મભૂમિનાં પક્ષમાં છે. આતંકવાદ સાથે સંકળાયેલા લોકો રામ મંદિરની વિરુદ્ધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
