ગુજરાત/ આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રીનો પ્રારંભ, ખેલૈયાઓ મન મૂકીને રમશે રાસ-ગરબા

જે તહેવારની છેલ્લા ઘણા સમયથી ખેલૈયાઓ રાહ જોઇ રહ્યા હતા, તે આખરે આવી ગયો છે. આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રિનો આરંભ શરૂ થઇ ગયો છે.

Top Stories Gujarat Others
1 4 આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રીનો પ્રારંભ, ખેલૈયાઓ મન મૂકીને રમશે રાસ-ગરબા
  • આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રીનો પ્રારંભ,
  • આજથી ખેલૈયાઓ રમશે રાસ-ગરબા,
  • સરકાર દ્વારા શેરી ગરબાને અપાઈ છે મંજૂરી,
  • અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર,
  • આજે સવારે મંદિરમાં કરાશે ઘટસ્થાપન,
  • ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી,
  • મંદિરમાં શ્રદ્ધાળુઓ આરતીનો લ્હાવો લઈ શકશે

જે તહેવારની છેલ્લા ઘણા સમયથી ખેલૈયાઓ રાહ જોઇ રહ્યા હતા, તે આખરે આવી ગયો છે. આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રિનો આરંભ શરૂ થઇ ગયો છે. સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી મુજબ ખેલૈયાઓ શેરી ગરબા રમી શકશે.

1 5 આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રીનો પ્રારંભ, ખેલૈયાઓ મન મૂકીને રમશે રાસ-ગરબા

આ પણ વાંચો – ભરૂચ /  મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલના ભરૂચમાં આગમનને લઈ તંત્ર શહેરના ગાબડા છુપાવવામાં વ્યસ્ત

આપને જણાવી દઇએ કે, આજથી મા જગદંબાની આરાધનાનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં નવરાત્રી ઉજવણીનો અનેરો ઉમંગ અને ઉત્સાહ વર્તાઇ રહ્યો છે. પર્વની ઉજવણીમાં સર્તકતા, સાવધાની અને સાવચેતી દાખવવાની રહેશે કારણ કે હજુ કોરોના સમુગળો ગયો નથી. જેટલા સતર્ક રહેશું તેટલો ઉજવણીનો આનંદ માણી શકાશે. વળી આજે અંબાજી મંદિરમાં દર્શનનાં સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જે જાહેર થયા બાદ શ્રદ્ધાંળુઓ દર્શનનો લાભ લ્હાવો લઇ શકશે. જણાવી દઇએ કે, છેલ્લા બે-ત્રણ દિવસથી બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ પાવન તહેવારે અનેક લોકો નકોરડા ઉપવાસ કરીને શકિતની આરાધના કરશે. આ વખતે ત્રીજુ અને ચોથુ નોરતું સાથે છે એટલે એક નોરતાની ઘટ છે. રાજ્યનાં પવિત્ર યાત્રાધામ બહુચરાજી, ચોટીલા, અંબાજી, આશાપુરા ધામ સહિત માતાજીનાં સ્થાનકોમાં આજથી માઇ ભકતોની ભારે ભીડ જોવા મળશે.

1 6 આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રીનો પ્રારંભ, ખેલૈયાઓ મન મૂકીને રમશે રાસ-ગરબા

આ પણ વાંચો – ભાવ વધારો / તો શું નહી મળે સામાન્ય નાગરિકને રાહત? આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

નવરાત્રીનાં પ્રારંભ પૂર્વે જ મોંઘવારીએ ફરી એકવાર ભરડો લીધો છે. તહેવારોની મૌસમ શરૂ થવા જઈ રહી છે. ત્યારે LPG ગેસ, ખાવા-પીવાના ચીજવસ્તુઓ તેમજ ખાંડમાં પણ ભાવ વધારો થતાં સામાન્ય માણસને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.ગૃહીણીઓમાં બજેટ તો સાવ વેરવિખેર જ થઈ ગયા છે. પહેલા જ કોરોનાને કારણે લોકોની બચત વપરાઈ ગઈ છે. ત્યારે હવે જીવનજરૂરી તમામ વસ્તુઓની કિંમતો પણ આસમાને પહોંચતા મધ્યમ વર્ગનાં લોકો તહેવારોનાં દિવસોમાં ચિંતામાં ડૂબી ગયા છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગઈ છે જેના પગલે આવનારા દિવસોમાં મોંઘવારી વધુ વધશે તેવી આશંકા વર્તાય રહી છે. ગેસ સીલીન્ડરનાં ભાવ હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે. તો શાકભાજી અને દાળના ભાવમાં પણ તોતીંગ વધારો ઝીંકાયો છે.