હિમાચલ પ્રદેશ/ કિન્નૌર ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો થયો 13, શોધ અને બચાવ કામગીરી યથાવત

બુધવારે હિમાચલ પ્રદેશનાં કિન્નૌર જિલ્લાનાં વિસ્તારમાં નેશનલ હાઈવે 5 પર ભારે ભૂસ્ખલન થયા બાદ કાટમાળમાં ફસાયેલા લોકો માટે શોધ અને બચાવ કામગીરી ફરી શરૂ થઈ છે.

Top Stories India
કિનૌર

બુધવારે હિમાચલ પ્રદેશનાં કિન્નૌર જિલ્લાનાં વિસ્તારમાં નેશનલ હાઈવે 5 પર ભારે ભૂસ્ખલન થયા બાદ કાટમાળમાં ફસાયેલા લોકો માટે શોધ અને બચાવ કામગીરી ફરી શરૂ થઈ છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ આ માહિતી આપી હતી. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન નિયામક સુદેશ કુમાર મોક્તાએ જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે 6 વાગ્યે બચાવ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

1 31 કિન્નૌર ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો થયો 13, શોધ અને બચાવ કામગીરી યથાવત

આ પણ વાંચો – Burj Khalifa Emirates Ad / વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી, આવો જોઈએ રોમાંચક વિડીયો

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન નિયામક સુદેશ કુમાર મોક્તાએ કહ્યું કે, સ્થાનિક પોલીસ, હોમગાર્ડ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) નાં સભ્યો સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. અધિકારીઓએ બુધવારે રાત્રે 10 વાગ્યે સર્ચ ઓપરેશન સ્થગિત કરી દીધું હતું. બુધવારે હિમાચલ પ્રદેશનાં કિન્નૌર જિલ્લામાં એક બસ અને અન્ય વાહનો ભૂસ્ખલનની ઝપટમાં આવી ગયા બાદ મોતનો આંકડો વધતો જઇ રહ્યો છે.

અત્યાર સુધીમાં 13 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, 50 લોકો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. આ ભૂસ્ખલનનો એક વીડિયો સામે આવ્યો છે. તે દર્શાવે છે કે પહેલા પર્વત પરથી પથ્થરો નીચે નદીમાં પડ્યા હતા. તે પછી પર્વતનો મોટો ભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 પર અને નદીમાં પડે છે.

1 32 કિન્નૌર ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો થયો 13, શોધ અને બચાવ કામગીરી યથાવત

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

કિન્નૌર અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. આઠ મૃતકો ટાટા સુમો ટેક્સીમાં ફસાયેલા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC) ની એક બસ, જે રિકાંગ પીયોથી શિમલા થઈને હરિદ્વાર જઈ રહ્યા હતા, તે હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. અન્ય એચઆરટીસી બસ અને બોલેરો અને તેના મુસાફરો કાટમાળ નીચેથી મળ્યા નથી અને હજુ સુધી તેમનો પત્તો લાગ્યો નથી. લોકોનું કહેવું છે કે, શક્ય છે કે બંને વાહનો કાટમાળ સાથે નીચે પટકાયા હોય. ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં આ ચોમાસાની ઋતુમાં કુલ 218 લોકોનાં મોત થયા છે અને 12 લોકો ગુમ થયા છે. આ પહેલા 25 જુલાઇનાં રોજ કિન્નૌર જિલ્લાનાં બટસેરી પાસે અનેક ભૂસ્ખલનથી નવ લોકોનાં મોત થયા હતા.