Not Set/ દક્ષિણમાં શાહે ફૂંક્યુ ચૂંટણીનું બ્યૂગલ, બોલ્યા- ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને બીમારુ ભૂમિ બની કેરળ

દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તામિલનાડુમાં પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે તામિલનાડુના કન્યાકુમારીમાં આજે એક રોડ શો કર્યો. ત્યાર બાદ તેઓ કેરળ પહોંચ્યા. જ્યાં શાહે ત્રિવેન્દ્રમમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં સામેલ થયા. અહીં તેમણે કહ્યું કે ભાજપના ચૂંટણી પ્રચારનું સ્લોગન હશે- મોદીની સાથે નવું કેરળ (New Kerala with Modi). શાહે તિરુઅનંતપુરમમાં […]

Top Stories India Politics
tamil nadu polls 2021 amit shah hold massive road show in kanyakumari દક્ષિણમાં શાહે ફૂંક્યુ ચૂંટણીનું બ્યૂગલ, બોલ્યા- ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને બીમારુ ભૂમિ બની કેરળ

દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તામિલનાડુમાં પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે તામિલનાડુના કન્યાકુમારીમાં આજે એક રોડ શો કર્યો. ત્યાર બાદ તેઓ કેરળ પહોંચ્યા. જ્યાં શાહે ત્રિવેન્દ્રમમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં સામેલ થયા.

અહીં તેમણે કહ્યું કે ભાજપના ચૂંટણી પ્રચારનું સ્લોગન હશે- મોદીની સાથે નવું કેરળ (New Kerala with Modi). શાહે તિરુઅનંતપુરમમાં શ્રી રામકૃષ્ણા આશ્રમની મુલાકાત પણ કરી. આ દરમિયાન શાહે આશ્રમના સંતો સાથે મુલાકાત કરી. ત્યાર બાદ ગૃહ મંત્રી ત્રિવેન્દ્રની રેલીમાં સામેલ થયા. દરમિયાન મંચ પર મેટ્રો મેન ઇ શ્રીધરન સહિત કેરળ ભાજપના ઘણાં મોટા નેતા હાજર રહ્યા.

ezgif.com gif maker 3 1 દક્ષિણમાં શાહે ફૂંક્યુ ચૂંટણીનું બ્યૂગલ, બોલ્યા- ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને બીમારુ ભૂમિ બની કેરળ

તિરુવનંતપુરમમાં ભાજપની કેરળ વિજય યાત્રા પર અમિત શાહે કહ્યું કે આજે અમે ચૂંટણી અભિયાન શરુ કરી રહ્યા છીએ. આ ભગવાન પદ્મનાભની ભૂમિ છે. અહીં આવીને ઘણો જ ખુશ છું. પરંતુ હવે આ ભૂમિ ભ્રષ્ટાચાર, રાજકીય હિંસાની ભૂમિ બની ગઇ છે. તેમણે કહ્યું કે શ્રીધરને દેશમાં પહેલી મેટ્રોના નિર્માણ માટે મેટ્રો મેન કહેવામાં આવે છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ કાર્ય કોંકણ રેલવે પ્રોજેક્ટ હતો જે એન્જીનિયરિંગના હિસાબે ઘણું જ સાહસિક કાર્ય હતું. મને તેમને સલામ કરવાનું મન થાય છે.