Stock Market/ શેરબજારમાં આજે મિશ્ર શરૂઆત, બજાર ખુલતા સેન્સેક્સ અને નિફ્ટીમાં  જોવા મળ્યો સામાન્ય ઉછાળો

શેરબજારમાં આજે ગુરુવારના દિવસે મિશ્ર શરૂઆત જોવા મળી. BSE સેન્સેક્સમાં 255.30 પોઈન્ટ્સ અથવા 0.36 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને NSE નિફ્ટી 0.28 ટકા ઘટીને 21,394 ના સ્તર પર આવી ગયો છે.

Top Stories Business
YouTube Thumbnail 28 શેરબજારમાં આજે મિશ્ર શરૂઆત, બજાર ખુલતા સેન્સેક્સ અને નિફ્ટીમાં  જોવા મળ્યો સામાન્ય ઉછાળો

શેરબજારમાં આજે ગુરુવારના દિવસે મિશ્ર શરૂઆત જોવા મળી. બજાર ખુલતા ફ્લેટ ટ્રેડિંગ ઓપનિંગ જોવા મળી રહી છે. આજના કારોબારમાં BSE સેન્સેક્સ 38.21 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 71,022 ના સ્તર પર ખુલ્યો. NSE નો નિફ્ટી 0.65 પોઈન્ટના નજીવા વધારા સાથે 21,454 ના સ્તર પર ખુલ્યો એટલે કે તે એકદમ ફ્લેટ રહ્યો. માર્કેટ ઓપનિંગ સમયે ઓટો શેરોમાં થોડો વધારો જોવા મળે છે પરંતુ બેન્ક નિફ્ટીએ પણ ઘટાડા સાથે શરૂઆત કરી છે. આઈટી શેરોની શરૂઆત રેડમાં થઈ છે અને ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેકના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

BSE સેન્સેક્સમાં 255.30 પોઈન્ટ્સ અથવા 0.36 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 70,805.01 ના સ્તર પર આવી ગયો છે. NSE નિફ્ટી 21400 ની નીચે સરકી ગયો છે અને 59.55 પોઈન્ટ્સ અથવા 0.28 ટકા ઘટીને 21,394 ના સ્તર પર આવી ગયો છે.સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેરો ઉપરની તરફ અને 21 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના ટોપ ગેનર્સમાં એનટીપીસી 1.89 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્ક 1.59 ટકા ઉપર છે. HUL 0.62 ટકા જ્યારે બજાજ ફિનસર્વ 0.28 ટકા ઉપર છે. બજાજ ફાઇનાન્સ 0.17 ટકા અને ભારતી એરટેલ 0.21 ટકા ઉપર છે.

આજે NSE પર, 1471 શેર્સ લાભ સાથે અને 711 શેર્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. કુલ 2244 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, જેમાંથી 62 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યાં છે. નિફ્ટીના 50 શેરોમાંથી 19 ઉપર અને 30 ડાઉન છે. 1 શેર યથાવત ટ્રેડ થઈ રહ્યો છે. આજે માત્ર મીડિયા, રિયલ્ટી, પીએસયુ અને એનએસઈના ઓઈલ એન્ડ ગેસના ક્ષેત્રોમાં તેજી છે અને અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે રિયલ્ટી શેરોમાં મહત્તમ 1.39 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ IT શેરોમાં મહત્તમ 1.08 ટકાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

આજકાલ યુવાનો સહિત મહિલાઓ પણ હવે શેરબજારમાં રસ લઈ રહી છે. શેરબજારમાં રોકાણ કરનારા IPOમાંથી લાભ લેવા ઇચ્છતા હોય છે. IPOમાં નાણાંનું રોકાણ કરનારા માટે સારા સમાચાર છે. આવતા અઠવાડિયે ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર કંપની BLS E-Services નો IPO ખુલી રહ્યો છે. કંપનીએ તેના ઈશ્યુની પ્રાઇસ બેન્ડ પણ નક્કી કરી છે. કંપનીનો IPO 30 જાન્યુઆરી 2024 એટલે કે મંગળવારના રોજ ખુલી રહ્યો છે. આમાં રોકાણકારો 1 ફેબ્રુઆરી 2024 સુધી બિડ કરી શકે છે. કંપની 2 ફેબ્રુઆરીએ શેરની ફાળવણી કરશે. જ્યારે શેર ફાળવણીમાં નિષ્ફળ ગયેલા રોકાણકારોને 5મી ફેબ્રુઆરી સુધી રિફંડ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:

આ પણ વાંચો:Loksabha Elections 2024/25 જાન્યુઆરીએ PM મોદી કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત, શરૂઆત કાશીથી નહિ આ સ્થળથી કરશે….