Not Set/ પાયલ તડવીનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, શરીર પર મળ્યા ઈજાનાં નિશાનો

મુંબઇનાં બીવાઇએલ નાયર હોસ્પિટલમાં ગાયનેકોલોજીનો અભ્યાસ કરનારી બીજા વર્ષની વિદ્યાર્થી પાયલ તડવીની આત્મહત્યા બાદ તેની પોસ્ટમેર્ટમ રિપોર્ટ હવે સામે આવી છે. જેમા તેના શરીર પર ઈજા થઇ હોવાના નિશાનો મળ્યા છે. આ પહેલા બુધવારે મુંબઇની કોર્ટે પાયલની મોતની આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. તેમને બે દિવસની પોલીસ કંસ્ટડીમાં મોકલી દેવામી આવી છે. પાયલ તડવીની મોત […]

Top Stories India
Dr Payal Tadvi Nayar Hospital Mumbai Suicide New પાયલ તડવીનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, શરીર પર મળ્યા ઈજાનાં નિશાનો

મુંબઇનાં બીવાઇએલ નાયર હોસ્પિટલમાં ગાયનેકોલોજીનો અભ્યાસ કરનારી બીજા વર્ષની વિદ્યાર્થી પાયલ તડવીની આત્મહત્યા બાદ તેની પોસ્ટમેર્ટમ રિપોર્ટ હવે સામે આવી છે. જેમા તેના શરીર પર ઈજા થઇ હોવાના નિશાનો મળ્યા છે. આ પહેલા બુધવારે મુંબઇની કોર્ટે પાયલની મોતની આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. તેમને બે દિવસની પોલીસ કંસ્ટડીમાં મોકલી દેવામી આવી છે.

payaltadvisuicidemaharashtra 0 0 પાયલ તડવીનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, શરીર પર મળ્યા ઈજાનાં નિશાનો

પાયલ તડવીની મોત પર પરિવારનું કહેવુ છે કે, આ કેસ આત્મહત્યાનો નથી, આ હત્યાનો કેસ છે. પાયલની માતાનાં વકીલે કોર્ટમાં જણાવ્યુ કે, વિદ્યાર્થીની મોતની પરિસ્થિતિ દર્શાવે છે કે આ હત્યાનો મામલો છે. તેમણે વધુમાં કહ્યુ કે, પાયલની મોતની પરિસ્થિતિ અને શરીર પર મળેલી ઈજાનાં નિશાનોથી આપણે કહી શકીએ છીએ કે, આ આત્મહત્યાનો નહી પણ હત્યાનો મામલો છે. પોલીસને આ મામલાની તપાસ હત્યારૂપમાં કરવી જોઇએ. જેના માટે પોલીસને 14 દિવસનો સમય મળવો જોઇએ. વકીલ સતપુટેએ કોર્ટમાં આરોપ લગાવ્યો કે, આરોપી પાયલનાં શવને હાસ્પિટલમાં લાવ્યા પહેલા બીજી કોઇ જગ્યાએ લઇને ગયા હતા. જેથી એવી આશંકાઓ છે કે તેના પુરાવાઓ સાથે ચેડા કરવામાં આવેલ છે.

payal tadvi પાયલ તડવીનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, શરીર પર મળ્યા ઈજાનાં નિશાનો

પાયલનાં કેસની સુનવણી મુંબઇ સેશન્સ કોર્ટનાં મેજિસ્ટ્રેટ આરએમ સદરાની કરી રહ્યા છે. 14 દિવસની વધુ પોલીસ કંસ્ટડીની માંગ કરતા પ્રોસિક્યૂટર જય સિંહ દેસાઇએ મેજિસ્ટ્રેટને જણાવ્યુ કે સાક્ષીઓ ભારે દબાણમાં છે. દેસાઇએ દલીલ કરતા કહ્યુ કે, કેસનાં લગભગ દરેક સાક્ષીઓ આરોપીથી શ્રેષ્ઠ છે. સાક્ષીઓ પોતાનું નિવેદન આપવા માટે આરોપીઓથી ડરી રહ્યા છે. જો તપાસને યોગ્ય દિશા ન મળી તો આ મામલો સામાજીક અશાંતિને જન્મ આપી શકે છે. તેણે પોતાની સલાહ દર્શાવતા કહ્યુ કે, પોલીસે આરોપીઓનાં ફોનમાં Whatsapp મેસેજને મેળવી લેવા જોઇએ. જો આરોપીઓનાં પક્ષની વાત કરવામાં આવે તો, તેમના વકીલે આત્મહત્યા માટે ઉકસાવવાની વાતને નકારતા કહ્યુ કે, ત્રણેયને તેની જાતી અંગે કોઇ જ ખબર નહોતી. આ કેસમાં ઉતાવળ ન કરવી જોઇએ અને દરેક મેડિકલ રિપોર્ટસ આવવાની રાહ જોવી જોઇએ.

aa Cover ns3m1fb09d7gh4thhfpfb840n0 20190529032136.Medi પાયલ તડવીનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, શરીર પર મળ્યા ઈજાનાં નિશાનો

ઉલ્લેખનીય છે કે, પાયલ તડવીની માતાએ દાવો કર્યો હતો કે, તેમણે દિકરીનાં ઉત્પીડન વિશે હોસ્પિટલનાં ડીનને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે ત્રણ વરિષ્ઠ મેડિકલ વિદ્યાર્થીઓ પર દિકરીનાં શોષણ કરવાના આરોપ લગાવતા તેમણે તેની મોતનાં જવાબદાર ગણાવ્યા. પરંતુ આ અંગે જ્યારે ડીનની પ્રતિક્રિયા આવી ત્યારે તેમણે કહ્યુ હતુ કે, આવો કોઇ પત્ર મળ્યો નથી. બુધવારે પાયલનો શવ હોસ્ટેલનાં રૂમમાં પંખાથી લટકેલો મળ્યો. જે બાદ પોલીસે પોતાની તપાસ શરૂ કરી હતી. જ્યા તેમણે ત્રણ વિદ્યાર્થીઓ પર આત્મહત્યા કરવા ઉકસાવવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ઘરી હતી. મૃતકનાં માતા-પિતાનું કહેવુ છે કે, નીચી જાતિનાં હોવાના કારણે તેનુ શોષણ કરવામાં આવતુ હતુ. તેને આરક્ષણથી મેડિકલની સીટ મળવા પર ટોંટ પણ મારવામાં આવતા હતા.