Not Set/ JEE-NEET Exam/ વિદ્યાર્થીઓનાં સમર્થનમાં ઉતર્યા રાહુલ, શરૂ કરી ‘Speak up for Students’ ઝુંબેશ

  કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી પણ NEET-JEE પ્રવેશ પરીક્ષાઓનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસે વિદ્યાર્થીઓનાં હિતમાં ‘સ્પીકઅપ ફોર સ્ટુડન્ટ સેફ્ટી‘ નામનું હેશટેગ લોન્ચ કર્યું છે. રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા એક વીડિયો શેર કરી વિદ્યાર્થીઓનાં હિતોની વાત કરતા કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધન કરતા તેમણે કહ્યું કે તેઓ […]

India
3a279d6bdd57d461c03a215f55b28c5c JEE-NEET Exam/ વિદ્યાર્થીઓનાં સમર્થનમાં ઉતર્યા રાહુલ, શરૂ કરી ‘Speak up for Students’ ઝુંબેશ
3a279d6bdd57d461c03a215f55b28c5c JEE-NEET Exam/ વિદ્યાર્થીઓનાં સમર્થનમાં ઉતર્યા રાહુલ, શરૂ કરી ‘Speak up for Students’ ઝુંબેશ 

કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી પણ NEET-JEE પ્રવેશ પરીક્ષાઓનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસે વિદ્યાર્થીઓનાં હિતમાં સ્પીકઅપ ફોર સ્ટુડન્ટ સેફ્ટીનામનું હેશટેગ લોન્ચ કર્યું છે. રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા એક વીડિયો શેર કરી વિદ્યાર્થીઓનાં હિતોની વાત કરતા કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધન કરતા તેમણે કહ્યું કે તેઓ આવતીકાલનું ભવિષ્ય છે. તે સ્પષ્ટપણે જોઈ રહ્યાં છે કે કેન્દ્ર સરકાર અસમર્થ છે, તો સરકારે તમારા પર કેમ દબાણ કરવું જોઈએ.

વીડિયોની શરૂઆત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘નમસ્કાર ભાઈઓ અને બહેનો. તમે લોકો આ દેશનું ભવિષ્ય છો. તમે વિદ્યાર્થી છો અને તમે આ દેશને નવી ઉંચાઈ પર લઈ જશો. દરેક વ્યક્તિ સમજી રહ્યા છે કે છેલ્લાં 3-4 મહિનાથી શું થઈ રહ્યું છે. દરેક લોકો સમજી રહ્યાં છે કે COVID-19 કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે. કોરોના એ વિનાશનું કારણ છે. તેની અસર અર્થવ્યવસ્થા પર પડી છે. દેશ આ પીડા ભોગવી રહ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘હું એક વાત સમજી શકતો નથી કે તમે લોકો આ માટે કેમ જવાબદાર છો અને આ પીડા તમારા પર કેમ લાદવામાં આવી રહી છે. મને સમજાતું નથી કે તમે એવુ શું ખોટું કર્યું છે. હું સ્પષ્ટ છું કે સરકાર અસમર્થ છે, તો સરકારે તમારા પર દબાણ કેમ લાવવું જોઈએ. રાહુલે વધુમાં કહ્યું કે, ‘સરકારે વિદ્યાર્થીઓની વાત સાંભળવી મહત્વપૂર્ણ છે. પરીક્ષાની ચર્ચા કર્યા પછી જ નિર્ણય લેવો જોઈએ. મારો સરકારને સંદેશ છે કે તમે પહેલાથી જ વિદ્યાર્થીઓને વિનાશ તરફ લઈ જઇ રહ્યા છો, તમારે તેઓને સાંભળવું પડશે. કૃપા કરીને તેમને સાંભળો. તેમની સાથે વાતચીત કરો અને મુદ્દાને શાંતિપૂર્ણ રીતે હલ કરો. આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.