Not Set/ ભારતમાં નોકરીઓ આપવામાં અમે પીએમ નરેન્દ્ર મોદીની મદદ કરી શકીએ છે: ચીન

દિલ્હી, ચીનનું કહેવું છે કે તે ભારતમાં રોજગારની તકો વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ કરી શકે છે. ચીનના એક સત્તાવાર ન્યુઝ પેપરના અહેવાલમાં લખવામાં આવ્યું છે કે ચીન ઇચ્છે છે કે મોદી ભારત પર વધુ સારી રીતે નિયંત્રણ કરે. મોદી રોજગારની અછતથી અસંતોષ અનુભવી રહ્યા છે અને ચીન માટે આ કોઈ સારા સમાચાર નથી. […]

Top Stories India
uh 10 ભારતમાં નોકરીઓ આપવામાં અમે પીએમ નરેન્દ્ર મોદીની મદદ કરી શકીએ છે: ચીન

દિલ્હી,

ચીનનું કહેવું છે કે તે ભારતમાં રોજગારની તકો વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ કરી શકે છે. ચીનના એક સત્તાવાર ન્યુઝ પેપરના અહેવાલમાં લખવામાં આવ્યું છે કે ચીન ઇચ્છે છે કે મોદી ભારત પર વધુ સારી રીતે નિયંત્રણ કરે. મોદી રોજગારની અછતથી અસંતોષ અનુભવી રહ્યા છે અને ચીન માટે આ કોઈ સારા સમાચાર નથી.

અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું, “ડોકલામમાં સેનાઓના સામે-સામે રહેવાના લગભગ એક વર્ષ પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે. ભારતની કેન્દ્રિય સરકાર નબળી છે અને તેની વસ્તી ખૂબ વિવિધતા વાળી છે. અમને આશા છે કે પીએમ મોદી તેમની સાર્વજનિક છબી સુધારાને આગળ વધારવા માટે પર્યાપ્ય તાકાત પ્રાપ્ત કરી શકે છે અને ભારત અને ચીનના વચ્ચે આર્થિક સહકાર દ્વિપક્ષી સબંધની જેમ મજબુતીથી આહલ વધે.

તેમાં એવું કહેવામાં આવ્યું છે કે મોદી ચીની નિવેશ વધારીને રોજગારની તકો દ્રારા તેમની છબી સુધારી શકે છે. અહેવાલ મુજબ, ‘એવું લાગે છે કે ભારત ધાર્મિક ષડયંત્રમાં અટવાઇ ગયું છે. જો દિલ્હી ચીન રોકાણ પર પ્રતિબંધ લાગે છે, તો આ પગલું નોકરી ઘટાડશે. ભારતમાં ચીનનું રોકાણ મુખ્યત્વે મજૂર-સઘન ક્ષેત્રો જેવા કે સ્માર્ટફોન પ્લાન્ટમાં છે જો ભારત પોતાની જાતને ચિની રોકાણમાં આકર્ષિત કરશે, તો તે ત્યાં નોકરીઓ વધારવામાં મદદ કરશે. ‘

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી લોકસભા ચુંટણીના પહેલા મોદી સરકાર રોજગાર વૃદ્ધિના રૂપમાં સારા ન્યુઝની રાહ જોઈ રહ્યા છે. ચીની રોકાણ દ્રારા તેને આવા ન્યુઝ મળી શકે છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીનમાં નિર્માણ ક્ષેત્ર ઘણું આગળ વધી વ્હુક્યું છે, તેથી ત્યાં નોકરીની તંગી નથી, જ્યારે ભારતમાં નિર્માણને પ્રોત્સાહન આપવાની જરૂર છે. રોજગારના મુદ્દે તેઓ મોદી સરકાર પર હુમલાખોર રહ્યા છે.