China/ શું ચીનના સત્તાધીશો સાથેની દુશ્મની ભારે પડી આ ચીની ઉદ્યોગપતિને, 2 મહિનાથી ગાયબ

કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં ચીનનો હાહાકાર જોવા મળી રહ્યો છે, આ પાડોશી દેશ માત્ર ભારત જેવા દેશ માટે ખતરારૂપ નથી પરંતુ તેના દેશની અંદર રહી અને જો અનુસરણ ન કરે તો તેના માટે

Top Stories World
1

કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં ચીનનો હાહાકાર જોવા મળી રહ્યો છે, આ પાડોશી દેશ માત્ર ભારત જેવા દેશ માટે ખતરારૂપ નથી પરંતુ તેના દેશની અંદર રહી અને જો અનુસરણ ન કરે તો તેના માટે પણ મુસીબત સાબિત થઈ શકે છે. ચીનના નાગરિક અને વિશ્વના ત્રીજા સૌથી મોટા અબજોપતિ અને અલીબાબા ગ્રુપના માલિક જેક મા છેલ્લા બે મહિનાથી ગુમ છે. ચીનમાં ટેક વર્લ્ડ પર શાસન કરનાર જેક મા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેના વિવાદના પગલે છેલ્લા બે મહિનાથી જોવા મળ્યા નથી. જેક મા એ ચીનના વ્યાજખોર નાણાંકીય નિયમન તેમજ સરકારી બેન્કો વિશે ગયા વર્ષે ઑક્ટોબરમાં શાંઘાઇમાં તેના પ્રવચન દરમિયાન દરમ્યાન આકરી ટીકા કરી હતી.

Jack Ma Net Worth | Celebrity Net Worth

Plan / રાજકોટના યુવાને દેવું થઈ જતા પોતાના અપહરણનો પ્લાન ઘડ્યો !! પ…

સમગ્ર વિશ્વમાં કરોડો લોકોના આદર્શ રહી ચૂકેલા જેક મા એ સરકારને આહ્વાન કર્યું હતું કે સિસ્ટમમાં એવો બદલાવ કરવામાં આવે જે ‘બિઝનેસમાં નવી વસ્તુઓ શરૂ કરવાના પ્રયાસને દબાવવાનો’ પ્રયાસ કરે. તેમણે વૈશ્વિક બેન્કિંગ નિયમોને ‘વૃદ્ધ લોકોની કલબ’ ગણાવી હતી. આ વક્તવ્ય બાદ ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી ભડકી હતી. જેક માની આલોચનાને કોમ્યુનિસ્ટ પાર્ટી પર હુમલા તરીકે લેવામાં આવ્યો. ત્યારબાદ જેક માની મુશ્કેલીઓ શરૂ થઇ ગઇ અને તેમના બિઝનેસની વિરૂદ્ધ અસાધારણ પ્રતિબંધો લગાવાનું શરૂ કરી દીધું હતું.

Jack Ma becomes world's richest Chinese - Chinadaily.com.cn

Rajkot / રૂડા દ્વારા આયોજિત આવાસ યોજનાને બહોળો પ્રતિસાદ, આટલા હજાર ફો…

નવેમ્બરમાં ચીની સત્તાવાળાઓએ જેક માને જોરદાર ફટકો આપ્યો હતો અને તેમના એન્ટ ગ્રુપના 37 અબજ ડોલરના આઈપીઓને સસ્પેન્ડ કરી દીધો હતો. વોલ સ્ટ્રીટ જનરલના અહેવાલ મુજબ જેક માના એન્ટ ગ્રૂપના આઈપીઓને રદ કરવાનો હુકમ સીધો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની તરફથી આવ્યો છે. ત્યારબાદ જેક માને ક્રિસમસની પૂર્વ સંધ્યા એ કહેવામાં હતું કે જ્યાં સુધી તેમના અલીબાબા ગ્રુપ વિરુદ્ધ ચાલી રહેલી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ ચીનથી બહાર ના જાય.ત્યારબાદ જેક મા પોતાના ટીવી શો ‘આફ્રિકા બિઝનેસ હીરોઝ’માંથી નવેમ્બરમાં ફાઇનલ પહેલાં રહસ્યમય રીતે ગુમ થઇ ગયા તે એક મોટું રહસ્ય છે.

The Rags-to-Riches Life Story of Alibaba Founder Jack Ma | Inc.com

Income Tax / બેનામી પ્રોપર્ટી કેસમાં રોબર્ટ વાડ્રાની ઓફિસ પહોંચી ઇન્કમટેક…

એટલું જ નહીં શોમાંથી તેમની તસવીરો પણ હટાવી દેવામાં આવી હતી. અલીબાબા ગ્રૂપના પ્રવકતા એ કહ્યું કે જેક મા શિડ્યુલ વિવાદના લીધે હવે જજોની પેનલનો હિસ્સો નથી. જો કે આ શો ના ફાઇનલની કેટલાંય સપ્તાહ પહેલાં જ જેક મા એ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ તમામ સ્પર્ધકોને મળવાની રાહ જોઇ શકતા નથી. ત્યારબાદ તેમણે તેમના ત્રણ ટ્વિટર એકાઉન્ટ પરથી કોઇ પોસ્ટ કરી નથી. આની પહેલાં તેઓ સતત ટ્વીટ કરતા રહેતા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…