Gujarat Accident News/ ગોંડલમાં બાઈક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, મંદિરે દર્શન કરવા જતા બે મિત્રોના થયા મોત

ગોંડલમાં એક અકસ્માતમાં બે મિત્રોનો મોત થયા. બંને મિત્રો વહેલી સવારે બાઈક પર નવાગઢના કમઢીયા ખાતે મામાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા

Top Stories Gujarat
Beginners guide to 2024 04 05T114936.766 ગોંડલમાં બાઈક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, મંદિરે દર્શન કરવા જતા બે મિત્રોના થયા મોત

ગોંડલમાં એક અકસ્માતમાં બે મિત્રોનો મોત થયા. બંને મિત્રો વહેલી સવારે બાઈક પર નવાગઢના કમઢીયા ખાતે મામાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા. દરમ્યાન તેમની બાઈક એક કાર સાથે અથડાઈ. બાઈક અને કારની ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને મિત્રોના ઘટનાસ્થળે જ મોત નિપજયા. યુવાનોના મોત થયાનું જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો.

નવાગઢના ગામના રહેવાસી બે યુવાનો ગોંડલના કમઢીયા ગામ પાસેના મામદેવના મંદિર દર્શન કરવા જતા હતા. બે યુવાનો જીગરજાન મિત્રો હતા. બંને જીગરજાન મિત્રો બાઈક પર મંદિરે દર્શન કરવા જતા હતા. દરમ્યાન માર્ગ પર તેમની બાઈકનો કાર સાથે અકસ્માત થયો. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. બાઈકને ટક્કર મારનાર કારચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પંહોચી હતી. એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા યુવકોની પ્રાથમિક તપાસ કરી ઉપચાર આપવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ અકસ્માતમાં યુવકોને ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર મળે તે પહેલા જ બંને યુવકો મોતને ભેટ્યા.

અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને યુવાનોની ઓળખ કરવામાં આવી છે. એક યુવકનું નામ હરિભાઈ મકવાણા છે અને તેમની ઉંમર 17 વર્ષ છે. જ્યારે અન્ય યુવાનનું નામ પ્રકાશ ભવાનભાઈ મેણીયા છે અને તેમની ઉંમર 20 વર્ષ છે. નવજુવાન દિકરાઓના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ આ ઘટનામાં ફરાર કાર ચાલકની શોધખોળ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Biritsh News Paper-India/‘ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’ બ્રિટિશ અખબારના દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો

આ પણ વાંચો: kerala cm pinarayi vijayan/‘ધ કેરલ સ્ટોરી’ લોકસભા ચૂંટણી પહેલા દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતા સાંપ્રદાયિક તણાવ વધશે, CM પિનરાઈ વિજયનનો દાવો

આ પણ વાંચો: uttarpradesh news/યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 16 હજાર મદરેસાની માન્યતા કરી નાબૂદ

આ પણ વાંચો: up news/લખનઉમાં ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર 2 દિવસમાં 30 દાણચોરો રફૂચક્કર, કસ્ટમની સમગ્ર ટીમ સસ્પેન્ડ