Custodial Death/ સુરત વેસુ પોલીસ સ્ટેશનમાં યુવકનું શંકાસ્પદ મોત

જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સાગર સુનિલ નેવટિયાને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો. તે દરમ્યાન અચાનક જ સાગર સુનિલ નેવટિયા પોલીસ સ્ટેશનમાં જ ઢળી પડ્યો હતો. જેથી તાત્કાલિક તેને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયો……..

Top Stories Gujarat
Beginners guide to 2024 03 17T134539.145 સુરત વેસુ પોલીસ સ્ટેશનમાં યુવકનું શંકાસ્પદ મોત

@દિવ્યેશ પરમાર

Surat News: સુરતના વેસુ પોલીસ મથકમાં યુવકનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. યુવાનનું મોત થયું છે તેના પર યુવતીની છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એવો તેની છેડતી કરતા સમયે લોકોએ તેમને માર માર્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ આ યુવકને પોલીસ મથકે લઈ ગઈ હતી જ્યાં યુવક ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો ત્યાં તેને મૃત જાહેર કર્યો હતો.

સુરતના વેસુ પોલીસ મથકમાં એક યુવાનનું મોત થયું હતું. સાગર સુનિલ નેવટીયા નામના યુવાનનો રહસ્યમય સંજોગોમાં મોત થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. કારણ કે આ યુવાન પોલીસ સ્ટેશનની અંદર મોતને ભેટ્યો છે. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં આવેલ આગમ વર્લ્ડ કોમ્પ્લેક્સ પાસે એક યુવતીની છેડતીની ઘટના બની હતી અને સાગર સુનિલ નેવટીયા પર યુવતીની છેડતી કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. તે દરમિયાન લોક ટોળા એ સાગરને મૂંઢમાર માર્યો હતો અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી.

જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સાગર સુનિલ નેવટિયાને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો. તે દરમ્યાન અચાનક જ સાગર સુનિલ નેવટિયા પોલીસ સ્ટેશનમાં જ ઢળી પડ્યો હતો. જેથી તાત્કાલિક તેને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતને પગલે વેસુ પોલીસ સ્ટેશન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમ કે, આ કસ્ટડીયલ ડેથ છે કે કેમ કારણ કે યુવાન પોલીસ મથકમાં મોતને ભેટ્યો છે. જોકે, બીજી તરફ જોવા જઈએ તો જે લોકો એ એકઠા થઇ તેને માર માર્યો અને તે દરમિયાન મૂઢમાર લાગવાથી મોતને ભેટ્યો છે કે કેમ આ સમગ્ર મામલે હાલ પોલીસે લાશને પી. એમ. અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું

આ પણ વાંચોઃતલોદમાં બની શરમજનક ઘટના, પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું

આ પણ વાંચોઃહવામાન વધુ એક વખત પલટાશે? બેવડી ઋતુનો સામનો કરવો પડશે…