Sabarkantha News: સાબરકાંઠાના તલોદમાં મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પત્નીએ પ્રેમમાં અંધ બની હત્યાનું કાવતરૂં રચી પતિનું કાસળ કાઢી નાખી બાદમાં અકસ્માતમો અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા પત્નીએ પતિની હત્યા કર્યાનું કબૂલી લીધું છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકામાં વલીયમપુર ગામમાં મહિલાએ પ્રેમમાં અંધ બની પતિની હત્યા કરવાનું કાવતરૂ રચ્યું હતું. પેટમાં દુખાવાનું નાટક કરી હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા કર્યા બાદ પરિવારજનોને અકસ્માત નડ્યો હોવાનું જણાવી મૃત પતિને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસની ઊંડી પૂછપરછ બાદ પત્નીએ આખરે સત્ય કબૂલી લીધુ હતું.
મહિલાને પ્રેમી જગતસિંહ ઉર્ફે જગદીશસિંહ ડાભી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પરંતુ પ્રેમી સાથે રહેવા પતિ નડતરરૂપ બનતો હતો, તેથી પતિ કાળુસિંહ ઉર્ફે કિરણસિંહ પરમારને રસ્તેથી હટાવવા હત્યા કરવાનું કાવતરૂં રચ્યું હતું. મહિલાએ પિયર જતા પ્રાંતિજના લીમલા ગામની સીમમાં હત્યા કરી હતી, હત્યાને અકસ્માતમાં ખપાવવા જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃહવામાન વધુ એક વખત પલટાશે? બેવડી ઋતુનો સામનો કરવો પડશે…
આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે
આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો