Gujarat Weather News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક વખત હવામાનના પલટાવાની આગાહી કરી છે. 17 થી 20 માર્ચ સુધીમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. ભરગરમીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. 19 થી 24 માર્ચ દરમિયાન વિવિધ ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. જેથી લોકોને ગરમી સાથે વરસાદી વાતાવરણ પણ જોવા મળશે જેથી બેવડી ઋતુનો સામનો કરવા પડી શકે છે. કેટલાક ભાગોમાં 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે છુટોછવાયો વરસાદ રહી શકે છે.
આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે
આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો