Not Set/ કોંગ્રેસમાં ધમાસાણ, યુપીના પ્રમુખ તરીકે રાજ બબ્બરે રાજીનામું ધર્યું

દિલ્હી, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પાર્ટીના વયસ્કોને સાઇડ લાઇન કરવાના સંકેતો આપ્યા બાદ હવે રાજીનામાઓનો દોર ચાલુ થયો છે. ગોવાના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શાંતારામ નાઇકે રાજીનામું આપ્યા પછી હવે કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રમુખ રાજ બબ્બરે પણ રાજીનામું આપ્યું હોવાના સમાચાર  આવી રહ્યાં છે. જો સુત્રોનું માનીએ તો રાજ બબ્બરે યુપીના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે. […]

Top Stories
raj babbr કોંગ્રેસમાં ધમાસાણ, યુપીના પ્રમુખ તરીકે રાજ બબ્બરે રાજીનામું ધર્યું

દિલ્હી,

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પાર્ટીના વયસ્કોને સાઇડ લાઇન કરવાના સંકેતો આપ્યા બાદ હવે રાજીનામાઓનો દોર ચાલુ થયો છે. ગોવાના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શાંતારામ નાઇકે રાજીનામું આપ્યા પછી હવે કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રમુખ રાજ બબ્બરે પણ રાજીનામું આપ્યું હોવાના સમાચાર  આવી રહ્યાં છે.

જો સુત્રોનું માનીએ તો રાજ બબ્બરે યુપીના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે. ઉત્તરપ્રદેશમાં ફુલપુર અને ગોરખપુરની લોકસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના કંગાળ દેખાવ બાદ રાજ બબ્બરે રાજીનામું ધર્યું હોવાનું માનવામાં આવે છે. જો કે રાજ બબ્બરના રાજીનામા અંગે કોંગ્રેસ પાર્ટી તરફથી કોઇ અધિકૃત રીતે ફોડ પાડવામાં આવ્યો નથી. સુત્રો એવું કહે છે કે, પક્ષનું હાઇકમાન્ડ હજુ રાજ બબ્બરના રાજીનામા પર વિચાર કરી રહ્યું છે.

જોવાની વાત એ છે, કે રાજ્યસભાની ચૂંટણીઓને ત્રણ દિવસ જ બાકી છે. ત્યારે આ રાજબબ્બરનું રાજીનામુ સુચક માનવામાં આવે છે.

આ અંગે રાજ બબ્બરનો સંપર્ક થઇ શક્યો નહોતો. રાજ બબ્બરે ટ્વીટ કરતાં પોતાના રાજીનામાનો આડકતરો સંકેત આપ્યો હતો.