@દિવ્યેશ પરમાર
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે આવ્યો છે.જેમાં વિધર્મી દ્વારા હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા માટે તગડી રકમ ચૂકવવા આવતી હોવાનો ખુલાસો થયો છે.સુરતની યુવતી સાથે વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી વર્ષ 2018માં સગીર વયની કિશોરીને ભગાડી જઇ લગ્ન કરી દિલ્હી લઇ ગયો બાદ યુપી લઇ ગયો હતો.ત્યાર બાદ કિશોરી ને બળજબરી પૂર્વક મુસ્લિમ ધર્મ અપનાવામાં મજબૂર કરી હતી.અને આ રીતે કરવા પાછળ મોટા રૂપિયા મળતા હોવાનું જણાવ્યું હતું.ત્યારે આ અંગે ની જાણ પોલીસ ને થતા પાંડેસરા પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી સુરતથી લવ જેહાદનો મોટો સનસની ખેજ ખુલાસો કર્યો છે.
સુરતથી લવ જેહાદનું મોટું પ્રકરણ સામે આવ્યું છે.સુરતના પાંડેસરા માં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.વર્ષ 2018 માં કિશોર વયની હિન્દૂ યુવતીને મુસ્લિમ યુવક પ્રેમ જાળમાં ફસાવી ભગાવીને લઈ ગયો હતો.વિધર્મી યુવકે હિન્દૂ નામ ધારણ કરી યુવતીને પરિચય આપ્યો હતો.રિઝવાન નામના વિધર્મીએ કરણ નામ ધારણ કરી કિશોરીને ફસાવી હતી.બંને ભાગીને લગ્ન કરી દિલ્લી ખાતે જઈ રહેતા હતા.કિશોરીએ એક વર્ષ બાદ પુત્રી ને જન્મ આપતા વિધર્મી રિઝવાને પોતાનું અસલ ઓળખનું પોત પ્રકાશયું હતું.
યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૮માં રીઝવાન ગફાર શાહ નામનો ઇસમ ઓટો રીક્ષામાં તેને લેવા મુકવા માટે આવતો હતો આ દરમ્યાન તેણે પોતાનું નામ કરણ હોવાનું જણાવ્યું હતું અને બાદમાં તેની સાથે મિત્રતા કરી હતી અને બાદમાં દુષ્કર્મ આચ્યું હતું.એટલું જ નહી દિલ્હી લઇ જઈ ધર્મ પરિવર્તન પણ કરાવ્યું હતું.આ સમગ્ર બનાવમાં પોલીસે યુવતીની ફરિયાદના આધારે વિધર્મી આરોપી રીઝવાન ગફાર શાહની અટકાયત કરી છે. અને તપાસ શરુ કરી છે.જેમાં આરોપીની પૂછપરછ દરમ્યાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
આ બનાવ અંગે એસીપી એમ.ડી.ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે પાંડેસરામાં વર્ષ 2018માં કિશોરીને વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી પ્રેમ જાળ માં ફસાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મજબૂર કરી હતી. વિધર્મી યુવક કિશોરી સાથે લગ્ન કરી દિલ્હી લઇ ગયો હતો.ત્યાર બાદ થોડા સમય પછી આરોપીએ યુવતીને પોતાનું અસલી નામ કરણ નહી પણ રીઝવાન હોવાનું જણાવ્યું હતું.આ સાંભળી યુવતી ચોકી ઉઠી હતી. પરંતુ તે સમયે યુવતી ગર્ભવતી હોવાથી પોતાના બાળકનું વિચારીને તે ત્યાં ચુપચાપ રહેતી હતી. બાદમાં યુવકે યુવતીને જબરદસ્તીથી ધર્માંતરણ કરાવીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો.
વધુમાં જણાવ્યું તેમણે હતું કે આરોપી બાદમાં યુવતીને તેના વતન ઉતર પ્રદેશ ખાતે લઇ ગયો હતો. યુવતીએ એક દીકરીને જન્મ આપતા છોકરો જોઈતો હતો.તેમ કહી માર મારવામાં આવ્યો હતો. વતનમાં યુવતીને બુરખો પહેરાવીને ઘરની બહાર નીકળવાની બંદી ફરમાવી દેવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે યુપી માં યુવતીએ બીજા સંતાનને જન્મ આપ્યો હતો.આ દરમ્યાન યુવતીને જાણ થઇ કે આરોપી અન્ય એક હિંદુ યુવતી સાથે લગ્ન કરનાર છે ત્યારે યુવતીએ આ અંગે તેને વાત કરી હતી તો આરોપીએ યુવતીને જણાવ્યું હતું કે અમારા ધર્મમાં જેટલી પણ હિંદુ છોકરીઓને લાવીશું તેમ મને વધુ પૈસા મળશે મને હાલમાં પૈસાની વધારે જરૂર છે.
જેટલી વધુ હિંદુ છોકરીઓ લાવીશું તેટલો અમારા ધર્મનો પ્રચાર વધુ થશે.આ વાત સાંભળી યુવતીને લાગી આવ્યું હતું. અને યુવતીએ સગા વ્હાલાને વાત કરીને પાંડેસરા પોલીસ મથકે પહોચી હતી.આ મામલે યુવતીની ફરિયાદ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.યુવતીની ફરિયાદના આધારે આરોપીની રિઝવાનની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે લવ જેહાદની આ ઘટનામાં કોણ કોણ સંકળાયેલું છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં આરોપી અન્ય પણ એક હિંદુ યુવતીના સંર્પકમાં હોવાનું હાલ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને
આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી
આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો
આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ