આદેશ/ આણંદમાં બોરસદ નગરપાલિકા થઇ સુપરસીડ, પક્ષકારોની અરજીને હાઈકોર્ટે કરી ડિસમિસ

હવે બોરસદ પાલિકાના તમામ ચૂંટાયેલા 36 સભ્યો ઘર ભેગા થઇ ગયા છે, હવે પ્રાંત અધિકારી  બોરસદ નગરપાીલિકાનો વહિવટ કરશે. 

Top Stories Gujarat
4 29 આણંદમાં બોરસદ નગરપાલિકા થઇ સુપરસીડ, પક્ષકારોની અરજીને હાઈકોર્ટે કરી ડિસમિસ
  • આણંદમાં બોરસદ નગરપાલિકાને સુપરસીડ કરાઈ
  • 1963ની કલમ 263 (1) મુજબ પાલિકાને વીસર્જિત કરાઈ
  • બોરસદ પાલિકાના તમામ ચૂંટાયેલા 36 સભ્યો ઘર ભેગા
  • પાલિકાના 25 સભ્યો ગયા હતા હાઈકોર્ટ
  • હાઇકોર્ટે અરજી ડિસમિસ કરી હતી.
  • બોરસદ પાલિકાને સત્તાવાર સુપરસીડ કરવાનો થયો આદેશ

બોરસદ નગરપાલિકામાં છેલ્લાં દોઢ વર્ષથી ચાલી રહેલી ખેંચતાણને લઇ વિકાસના કામો ખોંરભે પડી જતા રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સુપરસીડ કરવાની અપાયેલી નોટીસને અપક્ષો સહિત અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવનારા 25 કાઉન્સિલરોએ ગુજરાતની વડી અદાલતમાં પડકારી હતી,હાઇકોર્ટે આ અરજીને ડિસમિસ કરી હતી. હવે બોરસદ પાલિકાના તમામ ચૂંટાયેલા 36 સભ્યો ઘર ભેગા થઇ ગયા છે, હવે સરકારી અધિકારી  બોરસદ નગરપાીલિકાનો વહિવટ કરશે.1963ની કલમ 263(1) મુજબ પાલિકા વિસર્જિત કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે બોરસદ પાલિકાને સત્તાવાર સુપરસીડ કરવાનો આદેશ હાઇકોર્ટ દ્વારા  કરવામાં આવ્યો છે. .બોરસદ નગરપાલિકાના પ્રમુખ આરતીબેન પટેલ વિરૂદ્ધ 25 વિરૂદ્ધ 6 મતે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ જતા જ રાજકીય અસ્થિરતાનો માહોલ સર્જાયો છે. આ ઉપરાંત પાલિકામાં સત્તાધારી ભાજપમાં પડી ગયેલાં બે તડાંને લઈને ત્રિમાસિક હિસાબો નામંજુર થવા, 12 કરોડની આવેલી ગ્રાન્ટમાંથી કોઈ કામો ના થવા, વહીવટી અસ્થિરતા વગેરેને ધ્યાને લઈને પ્રાદેશિક કમિશનરે રાજ્યના શહેરી અને ગૃહ વિભાગને એક રિપોર્ટ કર્યો હતો