Crime/ જુઓ અમદાવાદમાં ક્યાં થયો આર.પી.એફ જવાન ઉપર હુમલો…

પેસેન્જર આઉટ ડોરથી ભરવાની વાત સાભળીને રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતે રીક્ષા ચાલક યુનિયનનો પ્રમુખ છે તેવું જણાવીને આરપીએફ જવાનની સાથે ઝઘડો કરીને જવાનની વર્દી ફાડી નાખી હતી

Ahmedabad Gujarat
Rewa news police atteck જુઓ અમદાવાદમાં ક્યાં થયો આર.પી.એફ જવાન ઉપર હુમલો...

@રીઝવાન શેખ , મંતવ્ય ન્યુઝ, અમદાવાદ

 અમદાવાદમાં પોલીસ જવાનો ઉપર હુમલાના કિસ્સા ખુબજ વધતા જઈ રહ્યા છે. લોકો સામાન્ય બોલાચાલીમાં પોલીસ જવાનોને માર મારી રહ્યા છે. પોલીસ ઉપરના હુમલાના બનાવોને જોતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહ્યું નથી.  અમદાવાદમાં એલીઝ્બ્રીજ, અને આનંદ નગર સહીત અનેક વિસ્તારોમાં પોલીસ ઉપર હુમલાના બનાવો બન્યા હતા. તાજેતરની જો વાત કરીએ તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ના પાર્કિંગ એરિયામાં રિક્ષાચાલકે આર.પી.એફ. જવાન ઉપર બેરહમીથી હુમલો કરીને જવાનની વર્દી ફાડી નાખી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને રીક્ષા ચાલાક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં આર.પી.એફ જવાન સોહનલાલએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગઈ કાલે કાલપુર રેલવે સ્ટેશનના પાર્કિંગ એરિયામાં તૈનાત હતા. તે દરમિયાન મોહસીન નામનો એક શખ્સ પોતાની રીક્ષા લઈને પાર્કિંગ એરિયામાં આવ્યો હતો. આર.પી.જવાને રિક્ષાચાલકને  અટકાવીને પેસેન્જર આઉટ ડોરથી ભરવા માટે જણાવ્યું હતું.

પેસેન્જર આઉટ ડોરથી ભરવાની વાત સાભળીને રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતે રીક્ષા ચાલક યુનિયનનો પ્રમુખ છે તેવું જણાવીને આરપીએફ જવાનની સાથે ઝઘડો કરીને જવાનની વર્દી ફાડી નાખી હતી અને જવાનને બેરહમીથી માર મારીને રીક્ષા ચાલકે જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. કાલુપુર રેલવે પોલીસે આરપીએફ જવાનની ફરિયાદના આધારે મોહસીન નામના આરોપીની શોધખોળ શરુ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો