Ahmedabad/ અમદાવાદના આ યુવાને આત્મનિર્ભર બનવા એવું તો શું કર્યું કે, કિસ્સો બન્યો પ્રેરણાદાયી

ભારતમાં કોરોના વાયરસે એ પ્રકારે કહેર વર્તાવ્યો છે કે, લોકો આ વાયરસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વાયરસના કારણે અત્યારસુધીમાં મોટી સંખ્યામાં લોકો પોતાની નોકરી ગુમાવી બેઠા છે,

Ahmedabad Gujarat
a 261 અમદાવાદના આ યુવાને આત્મનિર્ભર બનવા એવું તો શું કર્યું કે, કિસ્સો બન્યો પ્રેરણાદાયી

ભારતમાં કોરોના વાયરસે એ પ્રકારે કહેર વર્તાવ્યો છે કે, લોકો આ વાયરસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વાયરસના કારણે અત્યારસુધીમાં મોટી સંખ્યામાં લોકો પોતાની નોકરી ગુમાવી બેઠા છે, જેમાં સ્નાતક સુધી અભ્યાસ કરેલા લોકો પણ શામેલ છે, ત્યારે આ નોકરી ગુમાવનારા લોકોના વિચારોમાં પણ હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. નોકરીની જગ્યાએ લોકો હવે પોતાનો ખુદનો ધંધો શરૂ કરવા પર ભાર મૂકી રહ્યાં છે.

આ જ રીતે જો તમે કોરોનાના આ સંકટમાં પોતાની નોકરી ગુમાવી છે, અને જો તમને પણ નોકરી નથી મળી રહી અને તમે પણ કંઈક અલગ કરવાનું વિચારી રહ્યાં હોય, તો આ સમાચાર તમારા માટે પ્રેરણારૂપ બની શકે છે. આ કિસ્સો છે અમદાવાદનો છે, જ્યાં એક એન્જિનિયર પોતાની રીતે ધંધો શરુ કરી આત્મનિર્ભર બની ગયો છે.

આ કિસ્સા પર નજર કરીએ તો, અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા રોનક રાજવંશી નામના યુવકે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. જો કે અનેક ઠેકાંણે નોકરી માટે ધક્કા ખાધા બાદ તેણે આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું. આખરે રોનકે શહેરના શાહીબાગથી સુભાષ બ્રિજ જતાં રસ્તા પર આવેલા નારણઘાટ નજીક “એન્જિનિયરની ચા” નામે પોતાની કિટલી શરૂ કરી છે.

આ પહેલા રોનકે 2015માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો, પરંતુ પછી તેને ક્યાંય વ્યવસ્થિત નોકરી નહતી મળતી. રોનકના પરિવારમાં તેના માતા-પિતા અને એક બહેન છે. રોનકના પિતા પણ અમદાવાદમાં ચાની કીટલી ચલાવે છે. રોનકને અભ્યાસ બાદ એક જગ્યાએ માસિક 7 હજાર રૂપિયાના પગારની નોકરી મળી ખરી, પરંતુ તેમા પરિવારનું ગુજરાત ચલાવવું મુશ્કેલ હતું. આખરે તેણે ચાનો ધંધો શરૂ કરી દીધો છે, જેનાથી આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવા માંગતા લોકો માટે આ કિસ્સો પ્રેરણાદાયી.

ડિસામાં બે દિવસથી ઘુમ થયેલા યુવકનો મૃતદેહ ટાંકીમાંથી મળતા મચ્યો ખળભળાટ

ચોટીલામાં શિક્ષણ ક્ષેત્રે ઈનોવેટિવ કામ કરનારા શિક્ષકોની પડખે સરકાર, અપાયું ખાસ પ્રોત્સાહન

સુરેન્દ્રનગરમાં પીએમ આવાસ યોજનામાંથી નામ કપાતા લોકોમાં રોષની લાગણી

જાફરાબાદમાં માછીમારી કરી રહેલી બોટમાં 300 કિલોની મહાકાય માછલી જાળમાં ફસાઈ

સુરતમાં ફેક કોલ સેન્ટર પર પોલીસે પાડ્યા દરોડા, 35 લોકોની ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો