@સચિન પીઠવા,મંતવ્ય ન્યૂઝ- સુરેન્દ્રનગર
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સરકાર ઘર વિહોણા ગરીબ લોકોને આવાસનો લાભ આપે છે. સરકાર દ્વારા ગરીબોને ઘર બનાવવા રૂ.૧.૨૦ લાખની સહાય આપવામાં આવે છે. લીંબડી તાલુકાના મોટી કઠેચીના ૧૭૬ લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ માટે અરજી કરી હતી. જેમાંથી ૮૫ લાભાર્થીઓના નામને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી હતી. ૯૧ લોકોને ગેરલાયક ઠેરવી તેમના નામ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. ૯૧ જરૂરીયાતમંદોના નામ કપાઈ જતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
મોટીકઠેચી ગ્રામ પંચાયતના સભ્યો સહિત ખલીલભાઈ સમા, મંછારામ સાધુ, ઈરફાનભાઈ સમા, જોરૂભાઈ ભરવાડ, હનીફભાઈ, જગાભાઈ પટેલ સહિતના આગેવાનો લીંબડી તા.પંચાયત કચેરીએ ધસી આવ્યા હતા. આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ અને તલાટીએ તા.પંચાયતમાં બેઠા-બેઠા લાભાર્થીઓના નામની યાદી તૈયાર કરી છે.
જેના કારણે જરૂરીયાતમંદોના નામ કપાઈ ગયા છે. જે લોકો ઝૂપડાં બાંધી દયનીય સ્થિતિમાં જીવન ગુજારે છે. ૧૦ બાય ૧૦ ફૂટની ઓરડીમાં ૮થી ૯ લોકો વસવાટ કરે છે. તેવા લોકોના નામ કાઢી નાંખવામાં આવ્યાં છે. ૯૧ લાભાર્થીના નામ ફરીથી સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઝૂપડાંમાં રહેતા લોકોની પીએમ આવાસ યોજનામાં નામ કપાતા રોષ.
જાફરાબાદમાં માછીમારી કરી રહેલી બોટમાં 300 કિલોની મહાકાય માછલી જાળમાં ફસાઈ
સુરતમાં ફેક કોલ સેન્ટર પર પોલીસે પાડ્યા દરોડા, 35 લોકોની ધરપકડ
ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરીયા ફરી વિવાદમાં, જાણો કેમ નોંધાઈ પોલીસ ફરીયાદ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
