@પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અમરેલી
વિશાળ દરિયામાં અનોખા જીવો રહેતા હોય છે. કેટલાક જીવો એવા પણ હોય છે, જેને જોઈને આપણને ચોક્કસ નવાઈ લાગે છે. ત્યારે આવામાં કંઈક આવું જ થયું છે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર, જ્યાં એક માછીમારની જાળમાં 300 કિલોની વિશાળકાય માછલી ફસાઈ હતી.
મળતી માહિતી અનુસાર, જાફરાબાદ બંદરની બોટમાં મધદરિયે રાજસાગર નામની બોટમાં વેખુ નામની માછલી માછીમારી કરતા પકડાઇ આવી છે. અંદાજે 300 કિલોગ્રામ વજન ધરાવતી વેખું નામની માછલી ને વેરાવળ વેચાણ માટે મોકલવામાં આવી છે.

જૂજ પ્રમાણ માં આ વેખું નામક માછલીઓ સમુદ્ર માં માછીમારી દરમિયાન જોવા મળતી હોય છે. માછીમાર રાજેશ હરજીભાઈ બારૈયા ની બોટ માં આ વેખું નામક 300 કિલો ની માછલી મળતા બોટ ને જાફરાબાદ બંદર પર લયાવાઈ હતી.
મહાકાય માછલી ની કિંમત વધુ હિય છે અને વેરાવળ બંદર પર તેમને વેચાણ અર્થે મોકલવા માં આવી. આ વેખું નામક માછલી વધુ કિંમતની પકડાતા જાફરાબાદ માછીમારોમાં ચકચાર સાથે ખુશી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જાફરાબાદના માછીમારને “મગરુ” નામની દુર્લભ મહાકાય માછલી મળી હતી. જે કોડ લીવર ઓઈલનો મુખ્ય સ્ત્રોત હોવાની માન્યતા છે. આ “મગરુ” માછલી એટલી વજનદાર હતી, કે તેને ઉચકવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. જાફરાબાદ જેટી પર લાવતા આ “મગરુ” માછલીને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
સુરતમાં ફેક કોલ સેન્ટર પર પોલીસે પાડ્યા દરોડા, 35 લોકોની ધરપકડ
ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરીયા ફરી વિવાદમાં, જાણો કેમ નોંધાઈ પોલીસ ફરીયાદ
હળવદનાં રણમલપુર ગામનાં સરપંચ અને 11 સભ્યો સહિત આખી બોડી સસ્પેન્ડ કરાઈ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
