Budget/ હળવદનાં રણમલપુર ગામનાં સરપંચ અને 11 સભ્યો સહિત આખી બોડી સસ્પેન્ડ કરાઈ

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી રણમલપુર ગ્રામ પંચાયતે ગત વર્ષના બજેટને તાલુકા કક્ષાએ અવલોકન માટે ન મોકલતા ગાંધીનગરના વિકાસ કમિશનરે સરપંચ સહિત 11 સભ્યોને હોદા પરથી દૂર કર્યા, ગ્રામ પંચાયતની આખે આખી બોડી સસ્પેન્ડ થતા વહીવટી વિસ્તરણ અધિકારીની નિમણુંક કરાઈ હળવદના રણમલપુર ગ્રામ પંચાયતમાં જબરી ઉથલ પાથલ મચી ગઇ છે.જેમાં ગત વર્ષના બજેટ મુદ્દે […]

Gujarat Others

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી

રણમલપુર ગ્રામ પંચાયતે ગત વર્ષના બજેટને તાલુકા કક્ષાએ અવલોકન માટે ન મોકલતા ગાંધીનગરના વિકાસ કમિશનરે સરપંચ સહિત 11 સભ્યોને હોદા પરથી દૂર કર્યા, ગ્રામ પંચાયતની આખે આખી બોડી સસ્પેન્ડ થતા વહીવટી વિસ્તરણ અધિકારીની નિમણુંક કરાઈ

હળવદના રણમલપુર ગ્રામ પંચાયતમાં જબરી ઉથલ પાથલ મચી ગઇ છે.જેમાં ગત વર્ષના બજેટ મુદ્દે આખે આખી બોડી સસ્પેન્ડ થઈ છે.જેમાં રણમલપુર ગ્રામ પંચાયતે ગત વર્ષના બજેટને તાલુકા કક્ષાએ અવલોકન માટે ન મોકલતા ગાંધીનગરના વિકાસ કમિશનરે સરપંચ સહિત 11 સભ્યોને હોદા પરથી દૂર કર્યા છે.સરપંચ સહિત આખી બોડી સસ્પેન્ડ થતા હવે રણમલપુર ગ્રામ પંચાયતમાં વહીવટી વિસ્તરણ અધિકારીની નિમણુંક કરાઈ છે.

હળવદના રણમલપુર ગ્રામ પંચાયતે ગત વર્ષના નાણાકીય બજેટને તાલુકા કક્ષાએ અવલોકન માટે મોકલ્યું ન હતું.આથી આ મામલે તાલુકા કક્ષાએથી રણમલપુર ગ્રામ પંચાયત સામે ગાંધીનગર ખાતે રિપોર્ટ કરવામાં આવ્યો હતો.જેથી રણમલપુર ગ્રામ પંચાયતની આખે આખી બોડી ઘરભેગી થઈ ગઈ છે.જેમાં રણમલપુર ગ્રામ પંચાયત દ્વારા ગતવર્ષનાં બજેટને અવલોકન અર્થે તાલુકા કક્ષાએ ન મોકલવા બદલ ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરે રણમલપુર ગામના સરપંચ વામાજ જાગૃતિબેન અમૃતભાઈ તથા સભ્યો પ્રજાપતિ જ્યોત્સનાબેન નગીનભાઈ, પારેજીયા રમાબેન દેવકરણભાઈ, વામાજા પ્રતીક્ષાબેન ઘનશ્યામભાઈ, વરમોરા વિપુલભાઈ વસુદેવભાઈ, ત્રેટીયા હર્મીલાબેન જયંતીભાઈ, વરમોરા કિરીટભાઈ મહાદેવભાઈ, વરમોરા અશોકભાઈ નારાયણભાઈ, ધામેચા કાળુંભાઈ જાદુભાઈ, રબારી ખોડાભાઈ પ્રભુભાઈ અને રાઠોડ પુનાભાઈ દેવાભાઈને હોદા પરથી હટાવી દીધા છે.આ રીતે સરપંચ સહિત 11 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ ગ્રામ પંચાયતની આખી બોડી સસ્પેન્ડ થઈ જતા ગ્રામ પંચાયતનું વિસર્જન થઈ ગયું છે અને હાલ ગ્રામ પંચાયતની વહીવટી પ્રક્રિયા માટે વહીવટીદાર તરીકે વિસ્તરણ અધિકારી જે.પી.મહેતાની નિમણુંક કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…