સુરત,
સુરત પાંડેસરા વિસ્તારની ઘટના છે જ્યાં તબીબે ઈન્જેકશન આપતા દર્દીનું મોત થયાનો આરોપ પરીવારજનોએ લગાવ્યો છે. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ પર હંગામો મચાવ્યો હતો. સુરત મહાનગર પાલિકાના નગર સેવક અને ડોકટર વાનખેડે પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો, દર્દીને તાવ આવતા સારવાર માટે આવ્યો હતો ત્યારે ડોકટરે ઈન્જેકશન આપ્યું હતું તે સમયે દર્દીનું મોત થયું હતું દર્દીના મોત બાદ પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો, હંગામાને લીધે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
