Breaking News/ લગ્નની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ કેસમાં AAP પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ

સુરતમાં મહિલા શોષણ કેસમાં AAP પ્રવક્તા કાળુ વઘાસિયા (Kalu Vaghasia) ઝડપાયા,લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને ધમકી આપ્યાના ગંભીર આરોપો બાદ પોલીસે કાર્યવાહી તેજ કરી.

Gujarat Top Stories Surat Breaking News
મહિલા શોષણ કેસમાં Kalu Vaghasiaની અટકાયત

Breaking News: સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) ના પ્રવક્તા કાળુ વઘાસિયા (Kalu Vaghasia)ની મહિલા સાથે કથિત જાતીય શોષણના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. લસકાણા પોલીસે બાતમીના આધારે ડાયમંડ નગર સર્વિસ રોડ વિસ્તારમાંથી તેમની અટકાયત કરી હતી.

Kalu Vaghasiaએ લગ્નની આપી હતી લાલચ 

પોલીસ ફરિયાદ અનુસાર, કાળુ વઘાસિયા (Kalu Vaghasia)એ પોતાની પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી મહિલાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે બાદમાં લગ્નનો ઇનકાર કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

ફરિયાદમાં વધુમાં આરોપ મૂકાયો છે કે, મહિલાએ વિરોધ નોંધાવતા કાળુ વઘાસિયાએ તેને “તુષાર ઘેલાણી જેવો કાંડ” કરવાની ધમકી આપી હતી. આ મામલે લસકાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા આરોપીની અટકાયત બાદ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. હાલ પોલીસે સમગ્ર મામલે પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે.


આ પણ વાંચો:જિનનો ડર બતાવીને મહિલાઓનું કર્યું જાતીય શોષણ, તાંત્રિક કમરુદ્દીને 8 હત્યા કબૂલી

આ પણ વાંચો:બ્રહ્માકુમારીના સેવક પર ગુજરાતી અભિનેત્રીના જાતીય શોષણના આરોપથી ચકચાર

આ પણ વાંચો:નશાકારક, ગરમ ચમચીથી ડાઘ… પાલઘરમાં સેક્સ રેકેટમાંથી કિશોરીને બચાવી, 3 મહિનામાં 200 પુરુષો દ્વારા જાતીય શોષણ