Ankleshvar News/ બ્રહ્માકુમારીના સેવક પર ગુજરાતી અભિનેત્રીના જાતીય શોષણના આરોપથી ચકચાર

બ્રહ્માકુમારી જેવી વિશ્વસ્તરની પ્રતિષ્ઠિત સંસ્થા વિવાદના વમળમાં ફસાઈ છે. અંકલેશ્વરની એક ગુજરાતી અભિનેત્રીએ સંસ્થાના સેવક પર શારીરિક શોષણના ગંભીર આરોપ લગાવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના આબુ સ્થિત ‘જ્ઞાન સરોવર’ કેન્દ્ર ખાતે બની હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat Surat Breaking News
બ્રહ્માકુમારીના સેવક પર ગુજરાતી અભિનેત્રીએ જાતીય શોષણનો આરોપ મૂકતા ચકચાર મચી ગઈ છે.

Ankleshvar News: બ્રહ્માકુમારી જેવી વિશ્વસ્તરની પ્રતિષ્ઠિત સંસ્થા વિવાદના વમળમાં ફસાઈ છે. અંકલેશ્વરની એક ગુજરાતી અભિનેત્રીએ સંસ્થાના સેવક પર શારીરિક શોષણના ગંભીર આરોપ લગાવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના આબુ સ્થિત ‘જ્ઞાન સરોવર’ કેન્દ્ર ખાતે બની હોવાનું સામે આવ્યું છે.

ગંભીર આરોપો

અભિનેત્રીએ મીડિયા સમક્ષ રડતા-રડતા પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, આબુ જ્ઞાન સરોવર ખાતે કાર્યરત અમિત નામના એક સેવકે તેની સાથે અનૈતિક કામ કર્યું છે. અમિત આ કેન્દ્રના કિચન વિભાગમાં સેવક તરીકે ફરજ બજાવે છે. અભિનેત્રીના જણાવ્યા અનુસાર, જ્ઞાન સરોવરની જ એક ‘દીદી’એ અમિત સાથે તેની ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ અમિતે અભિનેત્રી સાથે મિત્રતા કેળવવાના અનેક પ્રયાસો કર્યા હતા.

આરોપ મુજબ, એક દિવસ અમિતે અભિનેત્રીને પ્રસાદ આપ્યો હતો. આ પ્રસાદ ખાધા બાદ અભિનેત્રી બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી. આરોપ છે કે પ્રસાદમાં કોઈ નશીલી વસ્તુ ભેળવવામાં આવી હતી, જેનો લાભ ઉઠાવી અમિતે અભિનેત્રીનું શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, આ શખ્સે આ બાબત કોઈને ન કહેવા માટે અભિનેત્રીને ગંભીર ધમકીઓ પણ આપી હતી.

બ્રહ્માકુમારીના સેવક પર ગુજરાતી અભિનેત્રીએ જાતીય શોષણનો આરોપ મૂકતા ચકચાર મચી ગઈ છે.

બ્રહ્માકુમારીની ભૂમિકા સામે સવાલ

અભિનેત્રીનો સૌથી મોટો આક્ષેપ એ છે કે, આટલી મોટી ઘટના બની હોવા છતાં સંસ્થા દ્વારા કોઈ ન્યાયિક પગલાં લેવામાં આવ્યા નથી. ઉલટાનું, સંસ્થા દ્વારા તેની પર દબાણ લાવવામાં આવી રહ્યું હોવાનો પણ તેણે દાવો કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, ગંભીર આરોપો લાગ્યા હોવા છતાં આરોપી અમિત હજુ પણ સંસ્થામાં જ છે અને તેની કોઈ પૂછપરછ કરવામાં આવી નથી.

બ્રહ્માકુમારીના સેવક પર ગુજરાતી અભિનેત્રીએ જાતીય શોષણનો આરોપ મૂકતા ચકચાર મચી ગઈ છે.

સમગ્ર પંથકમાં ચકચાર

શાંતિ અને આધ્યાત્મિકતાનો સંદેશ આપતી સંસ્થાના કેન્દ્રમાં બનેલી આ ઘટનાને કારણે શ્રદ્ધાળુઓમાં ભારે આઘાતની લાગણી જોવા મળી રહી છે. અભિનેત્રીએ મીડિયાના માધ્યમથી ન્યાયની ગુહાર લગાવી છે અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ કિસ્સાએ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓમાં મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ અને સંસ્થા આ મામલે કેવા પગલાં ભરે છે અને પીડિતાને ન્યાય મળે છે કે કેમ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભરૂચ: અંકલેશ્વર GIDCમાં 3 વર્ષીય બાળકીને પીંખી નાખવાનો મામલો, GIDC પોલીસ મથકમાં પોસ્કો એક્ટ અને દુષ્કર્મનો ગુનો થયો

આ પણ વાંચો: ભરૂચમાં મદ્રાસના મૌલવીએ હિંદુ મહિલાને મંતરેલું પાણી પીવડાવી દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો: ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા