Ahmedabad News/ અમદાવાદ : 15 લાખ રૂપિયાની લાંચના કેસમાં પૂર્વ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારના ઘરે ACBનું સર્ચ ઓપરેશન

પૂર્વ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારના ઘરે ACBનું સર્ચ

Gujarat Ahmedabad

Ahmedabad News : 15 લાખ રૂપિયાની લાંચ માંગવાના કેસમાં પૂર્વ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારના ઘરે ACBએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અધિકારીઓએ આરોપીના અડાલજ ખાતેના સ્વર્ણિમ વિલા ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 6 મહિના પહેલાં જ આરોપી દિનેશ શર્મા નિવૃત થયો હતો. લાંચ કેસમાં સેશન્સ કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ACBએ આરોપીનું બેન્ક લોકર સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત મુજબ આરોપી દિનેશ પરમારે આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બેગસ મેડિકલ પ્રેક્ટીસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ આરોગ્ય વિભાગના કમિશનરને કરી હતી. આથી ફરિયાદી અને તેના સાથી ડોક્ટરને ફરજ મોકુફી પર ઉતારી દેવાયા હતા. જેમાં ફરિયાદી અને સાથી ડોક્ટર વિરૂધ્ધની તપાસ તરફેણમાં કરવા માટે બન્ને પાસે દિનેશ પરમારે રૂ.30 લાખની લાંચ માંગી હતી.

જેમાં 15 લાખ એડવાન્સ આપવાનું અને બાકીના કામ પુરૂ થયા બાદ આપવાનું નક્કી થયું હતું. બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા 15 લાખ પોતાના ઘરે આપી જવા ફરિયાદીને ગિરાશ જેઠાલાલ પરમારે બોલાવ્યો હતો.જેમાં ગિરીશ પરમાર 15 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. જ્યારે તે સમયે દિનેશ પરમાર સામે ગુનો નોંધાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ વી.એસ.હોસ્પિટલની બેદરકારી, મહિલાનો મૃતદેહ બદલાતા હોબાળો

આ પણ વાંચો:અમદાવાદ:વી.એસ. હોસ્પિટલ બહાર કોંગ્રેસનો દેખાવો

આ પણ વાંચો:તારક મહેતાના દેહનું દાન કરવામાં આવ્યુ, વી.એસ.હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું દાન