Navsari News/ નવસારીમાં માછીમાર પાસેથી 15 હજારની લાંચ લેતા આસિસટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફીશરીઝ ઝડપાયો

પિતાના નામની બોટ પોતાના નામે ટ્રાન્સફર કરાવવા જતા લાંચ માંગી

Gujarat

Navsari News : નવસારીમાં એક માછીમાર પાસેથી 15 હજાર રૂપિયાની લાંચ લેતા નવસારીના આસિસટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફીશરીઝ દિપકકુમાર ત્રિભુવનભાઇ ચૌહાણની ACBની ટીમે ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરિયાદીના પિતાજી માછીમારનો ધંધો કરતા હોય અને ટોલરબોટ માટે નવુ એન્જીન ખરીદ્યું હતું.

જેની સરકાર તરફથી ધારા ધોરણ મુજબ સબસીડી મળતી હોય, જે મેળવવા ઓનલાઇન અરજી કરી હતી. તેની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી દિપકકુમાર ચૌહાણે રૂ.૫૦૦૦/- તેમજ બોટની માલિકીનુ નામ પિતાના નામથી ફરીયાદીના નામે ટ્રાન્સફર કરવાના અવેજ પેટે રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૫,૦૦૦/- લાંચની માંગણી કરી હતી.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. . જેને આધારે ACBની ટીમે મદદનીશ મત્સય ઉદ્યોગ નિયામકની કચેરી, જુની બહુમાળી બિલ્ડીંગ, બીજો માળ, આક્ષેપિતની ઓફિસની બહાર, બિલ્ડીંગ ની લોબીમાં નવસારી ખાતે જાળ બિછાવી લાંચ લેતા આરોપીની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની ભરતીમાં ગેરરીતિ સામે કોર્ટમાં જઈશું

આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં,અંગ્રેજી ભવનમાં શોર્ટ ટર્મ કોર્સમાં ગેરરીતિનો આરોપ

આ પણ વાંચો:વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર! ગેરરીતિ અંગે કમિશ્નરે સોંપ્યો રિપોર્ટ