ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ સંલગ્ન અભ્યાસક્રમની મંજૂરી ન આપવા માટે વલસાડ જિલ્લાનાં વિધાર્થીઓ દ્વારા આજ રોજ જિલ્લા કલકેટરને આવેદનપત્રા આપી રજૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં જીલ્લાનાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની લાગણી અને માંગણી જીલ્લા કલેક્ટર સુધી પહોંચાડવામાં આવી હતી. જો કે, આવેદનપત્ર આપવા અને રજૂઆત સમયે વિદ્યાર્થીઓ દ્વારા કોરોનાની માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર અને કૃષિ મંત્રાલય દ્રારા ખાનગી યુનિવર્સિટી તથા કૃષિ સંલગ્ન ના અભ્યાસની મજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી ન આપવા તથા ખાનગી યુનિવર્સિટીઓ ને મંજૂરી ન આપવા માટે આજ રોજ વલસાડ જીલ્લા ના કૃષિક્ષેત્રે ના વિધાર્થીઓ દ્રારા વલસાડ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
ખાનગી યુનિવર્સિટીમાં જો કૃષિ સંલગ્નનો અભ્યાસ શરૂ થશે તો એન્જીનીયરીંગ ના જેમ આ ક્ષેત્રે પણ ઘણા વિધાર્થીઓ બેરોજગાર બની જાશે અને સાથે સાથે ખેડૂતો ને પણ ઘણું નુકસાન ન થાય તે માટે વિદ્યાર્થીઓ દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરકાર દ્રારા આ નિર્ણય પાછો ન ખેંચવામાં આવે તો વિદ્યાર્થીઓ દ્રારા ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાં ની ચમકી પણ આપી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
