Bhavnagar News/ ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલની બબાલ, પેટ્રોલ પંપો પર લાંબી-લાંબી લાઈનો

ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો કકળાટ જોવા મળ્યો છે. તેના કારણે શહેરના બધા જ પેટ્રોલ પમ્પો પર પેટ્રોલ-ડીઝલની લાંબી-લાંબી લાઇનો જોવા મળી રહી છે. સળંગ બીજા દિવસે આ સ્થિતિ છે.

Top Stories Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગરમાં પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ-પંપ પર લાંબી-લાંબી લાઇન જોવા મળી છે. શહેરમાં અફવાને લઈને પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા લાઇનો લાગી છે. સરકારે જાહેરાત કરી છતાં પણ પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લાગી છે. શહેરમાં અફવાને લઈને પેટ્રોલ-ડીજલ ભરાવવા લાંબી લાઇનો લાગી છે. આ બતાવે છે કે સરકારની જાહેરાત છતાં પણ લોકોને તેમના પર વિશ્વાસ નથી.

પેટ્રોલ પંપ (Petrol Pump) પર લાંબી લાઇનો, લોકો ત્રસ્ત

પેટ્રોલની અછતની અફવા વચ્ચે લોકોમાં અફરાતફરી જોવા મળી રહી છે. રાજકોટના જસદણમાં પેટ્રોલ-પમ્પ પર લોકોની લાઇનો લાગી છે. અનેક પેટ્રોલ પમ્પો પર પેટ્રોલ ન હોવાનું પોસ્ટર લાગ્યુ છે. તેમા પણ ખાસ કરીને રાજ્યના કેટલાય વિસ્તારાં નાયરાના પેટ્રોલ પમ્પો પર પેટ્રોલ ઝડપથી ખલાસ થઈ ગયું છે. આના લીધે અનેક વિસ્તારોમાં પેટ્રોલ પુરાવવા માટે લાંબી લાઇનો લાગી રહી છે. લોકો જરૂર કરતાં વધારે પેટ્રોલ ભરાવવા માટે દોડધામ કરી રહ્યા છે.

આ સિવાય રાજ્ય સરકારે આખા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનું યોગ્ય રીતે વિતરણ થાય તે માટે સૂચના આપી છે. આ ઉપરાંત જો પેટ્રોલ-ડીઝલની કૃત્રિમ અછત સર્જવામાં આવી અને તેની સંઘરાખોરી કરવામાં આવી તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં પેનિક બાઇંગના સંદર્ભમાં રાજ્ય સરકારે આ સૂચના જારી કરી હતી.  રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ પ્રકારનો પરિપત્ર જાહેર કર્યો હતો.

અફવાઓનું બજાર ગરમ

ઉલ્લેખનીય છે કે રાજ્યના કેટલાય પેટ્રોલ પમ્પો પર જથ્થો ખતમ થવાના પગલે લોકોમાં પેટ્રોલ-ડીઝલ નહીં મળે તેવી અફવાઓનું બજાર ગરમ છે. તેના કારણે રાજ્યના લગભગ દરેક શહેરના પેટ્રોલ પમ્પો પર લોકો તેમની પાસે જે પણ વાહનો હોય તેને લઈને લાઇનો લગાવી રહ્યા છે. આમ થોડા દિવસ પહેલાં ગેસના બાટલાની લાઇન હતી. હવે આ લાઇનમાં પૂરી થઈ ત્યાં હવે પેટ્રોલ પમ્પની લાઇન શરૂ થઈ છે.

રાજ્યમાં ઇંધણના પુરવઠાની અછતની અફવાને લઈને સીએમ ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સક્રિય થઈ ગયા છે. સીએમ ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. નાગરિકોએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. સીએમ ભુપેન્દ્ર પટેલે કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટે નમ્ર અપીલ કરી છે.


આ પણ વાંચો : ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો, હર્ષ સંઘવીની અફવા ન ફેલાવવા અને અને સંગ્રહખોરી ન કરવા અપીલ

આ પણ વાંચો : ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો કકળાટ! કંપનીઓએ સપ્લાયમાં 50% કાપ મૂકતા અનેક શહેરોમાં પંપો બંધ

આ પણ વાંચો : રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની તંગી, IOC અને નાયરાના પંપો પર જથ્થો ખૂટતા વાહનચાલકો પરેશાન