Rajkot News/ રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની તંગી, IOC અને નાયરાના પંપો પર જથ્થો ખૂટતા વાહનચાલકો પરેશાન

રાજકોટ (Rajkot) માં IOC અને નાયરાના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટતા વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. સપ્લાય ખોરવાતા રાતથી વેચાણ બંધ છે.

Top Stories Gujarat Rajkot
Rajkot Petrol Diesel Shortage

Rajkot Petrol Diesel Shortage: રાજકોટમાં અચાનક ઇંધણનું સંકટ ઘેરાયું છે. શહેરના અનેક વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ડિયન ઓઇલ (IOC) અને નાયરા (Nayara) ના કેટલાક પંપો પર રાત્રિના 10 વાગ્યાથી જ વેચાણ બંધ કરી દેવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Rajkot Petrol Diesel Shortage

Rajkotમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ અટક્યું 

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક કલાકોથી પેટ્રોલ અને ડીઝલની સપ્લાય ચેઈનમાં વિક્ષેપ પડ્યો છે. જેના કારણે રાજકોટના મુખ્ય માર્ગો પર આવેલા પંપો પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઓછો હોવાને લીધે અનેક પેટ્રોલ પંપ સંચાલકોએ ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી જ વેચાણ અટકાવી દીધું હતું. આ સ્થિતિના પરિણામે મોડી રાત્રે અને વહેલી સવારે નોકરી-ધંધા પર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પેટ્રોલ માટે એક પંપથી બીજા પંપ સુધી ભટકવાની નોબત આવી છે.

ક્યારે મળશે પેટ્રોલ? કોઈ જાણકારી નહીં

સપ્લાય ખોરવાવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ કંપનીઓ તરફથી નવો જથ્થો ક્યારે આવશે તેની કોઈ સત્તાવાર જાણકારી પંપ સંચાલકો પાસે પણ નથી. આ અનિશ્ચિતતાને કારણે લોકોમાં ‘પેટ્રોલનો ભાવ વધારો’ અથવા ‘લાંબી અછત’ હોવાની અફવાઓ પણ જોર પકડી રહી છે.


આ પણ વાંચો : ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો

આ પણ વાંચો : ઈરાનની ચેતવણી: ભારતમાં પેટ્રોલ-ડીઝલ ₹200 લિટર સુધી? દૂધ-શાકભાજી પણ મોંઘા થઈ શકે

આ પણ વાંચો : ક્રૂડ ઓઈલના વધતા ભાવને પગલે ફરીથી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ શકે છે