Surat News/ સુરતમાં કચરાની ગાડીએ વિદ્યાર્થીને કચડી નાંખતા મેયરનાં તપાસના આદેશ

પ્રજાનો આક્રોશ જોતાં મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા છે. કચરાની ગાડી તેજ ગતિએ ચલાવનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat)માં ધોરણ 8ના વિદ્યાર્થીને કચરાની ગાડીએ કચડી નાખતા મેયર દક્ષેશ માવાણીએ તપાસનાં આદેશ આપ્યા છે. કચરાની ગાડીને ઝડપથી ચલાવનારા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. તમામ ડ્રાઈવરોનું લાયસન્સ વેરિફિકેશન કરવા આદેશ આપવામાં આવ્યા છે. એકના એક દીકરાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

સુરતનાં ઉધનામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બેદરકાર કચરાની ગાડીએ કચડી નાંખતાં મોતને ભેટ્યો હતો. બાળકનું મોત થતાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બેદરકાર ચાલકનાં કારણે માસૂમ બાળકનું મોત થતાં લોકોમાં રોષ ભરાયો હતો.

પ્રજાનો આક્રોશ જોતાં મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા છે. કચરાની ગાડી તેજ ગતિએ ચલાવનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. તમામ ડ્રાઇવરોનું લાયસન્સ વેરિફિકેશન કરવા આદેશ આપવામાં આવ્યો છે. ડ્રાઇવરોને છાવરતા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મૃતકનું નામ કાર્તિક અનિલ મોહિતે હોવાનું સામે આવ્યું છે. એકના એક દીકરાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બનાવની જાણ થતા જ ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં વધુ એક કિશોરીનું લગ્નની લાલચ આપીને અપહરણ

આ પણ વાંચો:સુરતમાં પાડોશીએ 6 વર્ષની બાળકીને પોતાના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું, હોસ્પિટલ દાખલ કરાઈ

આ પણ વાંચો:સ્વાસ્થ્ય સાથે ચેડાં! સુરતમાં શંકાસ્પદ ખાદ્ય તેલનો મોટો જથ્થો જપ્ત કરાયો