Surat News : સુરતમાં વધુ એક યુવતીનું લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું છે. 23 જાન્યુઆરી 2025ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નની લાલચ આપીને યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અંગે ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે આરોપી સુનિલ રાવતને સગરામપુરામાંથી ઝડપી લીધો હતો.
તપાસમાં આરોપીએ કિશોરીને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. અપહરણ બાદ આરોપી યુવતીને પોતાના વતનગામ રાજસ્થાન લઈ ગયો હતો. તપાસમાં આ અંગે માહિતી મળતા પોલીસની એક ટીમ આરોપીના વતન રાજસ્થાન પોહચી હતી. જ્યાં પોલીસ પહોંચતા જ કિશોરી મળી આવી હતી પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો.
આરોપી સુનિલ રાવત પોલીસથી બચવા માટે નાસતો ફરતો હતો. બીજીતરફ પોલીસે કિશોરીનું કાઉન્સીલીંગ કરી તેના માતા પિતાને કબ્જો સોંપ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરીને પોલીસે આરોપી સુનિલ રાવતને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:Generative AI માનવીય સભ્યતા માટે આશીર્વાદ છે કે અભિશાપ
આ પણ વાંચો:AI દ્વારા અવાજની ચોરી કેવી રીતે થાય છે? ભારતમાં પણ કેસ વધી રહ્યા છે
આ પણ વાંચો:એશિયાની સૌથી મોટી AI ઈવેન્ટ આ રાજ્યમાં યોજાશે! ક્રિકેટરોથી લઈને કલાકારો સામેલ થશે
