Gandhinagar News: ગાંધીનગર (Gandhinagar)માં BZના ભૂપેન્દ્ર સિંહ ઝાલા (Bhupendra Zala)ને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ને રજૂઆત કરવામાં આવી છે. CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રોકાણકારો (Investors)નાં નાણા એકાઉન્ટમાં હોવાથી અનફ્રીજ (Unfreeze) કરવા 50થી વધુ રોકાણકારો દ્વારા રજૂઆત કરાઈ છે.
ગાંધીનગરમાં BZ ગ્રૂપના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને છોડવા CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફ્રીઝ કરેલા નાણા રોકાણકારોને પરત જોઈતા હોઈ 50 જેટલા ઈન્વેસ્ટર્સે રજૂઆત કરી છે. ઝાલાનો ભોગ બનનાર નાગરિકોએ તેમના ફસાયેલા નાણા ઝાલા પરત કરે તે માટે મુખ્યમંત્રીને જામીન આપવા રજૂઆત કરી છે. કૌભાંડી ઝાલા હાલ જેલમાં હોવાથી ઝાલા રોકાણકારોના નાણા પરત કરી શકે તેમ ન હોવાથી સ્વર્ણિમ સંકુલમાં 50થી વધુ રોકાણકારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાંથી પોન્ઝી સ્કીમ (Ponzi Scheme) ચલાવી અંદાજે 6000 કરોડનું ફૂલેકું ફેરવ્યું હતું.

BZ ફાઇનાન્સની વેબસાઇટ મુજબ BZ માં 11,232 રોકાણકારો છે, જેઓએ 422.96 કરોડનું રોકાણ કર્યું હતું. કૌભાંડી ભુપેન્દ્ર ઝાલા રોકાણકારોને મહિને ત્રણ ટકા વ્યાજની લાલચ આપતો હતો. BZના એજન્ટોને માર્કેટિંગ ચેઈન મુજબ 1 ટકા, 0.50 ટકા, 0.25 ટકા, 0.10 ટકા મુજબ અનુક્રમે કમિશન મળતું હતું. આ કેસમાં કેટલા એજન્ટ છે અને તેમની વિરુદ્ધ પુરાવા મેળવવા તપાસ શરૂ કરાઈ હતી. જેમાં આરોપીના લેપટોપ ટેલીમાં હિસાબો રહેતા હોવાનું સામે આવ્યું હતું.
ઝાલાને હાલ જેલમાં રાખવામાં આવ્યો છે. દરમિયાન CID ક્રાઈમ આ કૌભાંડમાં અત્યાર સુધી કરેલ તપાસનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો હતો. BZ ગ્રૂપ સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ડિસેમ્બર મહિનાના અંતમાં મહેસાણાનાં દવાડા ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. BZ ગ્રૂપ સ્કેમનો પર્દાફાશ થયા બાદ સામાન્ય એજન્ટથી લઈને અધિકારીઓ શંકાના દાયરામાં છે. ભૂપેન્દ્ર સિંહ ભાજપમાં કાર્યકર હોવા છતાં તેને ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જોકે, બાદમાં ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
આ પણ વાંચો:BZ ગ્રૂપના મહાઠગ ઝાલાના જેલમુક્ત થવા ધમપછાડા, આજે જામીન અરજીની સુનાવણી
આ પણ વાંચો:BZ કૌભાંડના મુખ્ય ગુનેગાર ભુપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો જપ્ત કરવા આદેશ અપાશે
આ પણ વાંચો:BZ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ! શિક્ષક એજન્ટે 1300 લોકોના રોકાણનો કર્યો ખુલાસો
